________________ દેશના દેશના 346] પાપથી રોકનાર-દુર્ગતિમાં પડતાને બચાવનાર ધર્મ. વિષય-કષાય-આરંભ-પરિગ્રહ તરફ જીવે દેડેલા છે, જેમાં આત્માને પિતાને પણ ભસે નથી. તમે આંખમાં આંગળી તે ન જ મારે, છતાં પણ જો તમારે હાથ આંખ, આગળ જાય તે તરત જ તમારી આંખ મીંચાય છે. એક શેઠ ચેક વટાવી લાવ્યા, પિયા લાવીને તિજોરીમાં મૂક્યાં છે. ત્યાં સૂતે, ઊંઘી ગયે. સ્વપ્નમાં ચેર આવીને તિજોરીમાંથી રૂપિયા લઈ ગયે. આંખ ઉઘડી એટલે સ્વપ્નમાં દેખ્યું છે, એટલા માત્રથી સંતોષ ન વળે. ચાવી લઈ તિજોરી ઉઘાડી. રૂપિયાની રકમ તપાસે છે. આથી સમજો વિષે અને તેનાં સાધને તરફ–પરિગ્રહ તરફ આત્મા કેટલે મૂકેલે છે? કેટલે ઘેરાયેલો છે તે જુઓ. આમ જગતની વિષયકષાય, આરંભ–પરિગ્રહ તરફ બુદ્ધિ રહેલી છે, તે જગત દુર્ગતિ તરફ દોડી રહ્યું છે, તેને રેકનાર કોણ? ઘરમાં પાંચ ભાઈ એકઠા થઈને બેઠા ત્યારે “આરંભ–પરિગ્રહ નકામા છે તેમ કે એક ભાઈ બીજા ભાઈને કહે છે? નાતીલા પાંચ એકઠા થાય ત્યારે “વિષય નકામા છે” તે વાત થઈ? ગામ દેશવાળા ભેગા થયા ત્યાં તે વાત કરી? વર્તન તે બાજુએ રહ્યું પણ તે વાત પણ ક્યાં છે? તેની વાત પણ કરતા નથી. “વિષયકવાય નકામા છે” એ વાત માત્ર બે જ સ્થાને. જિનેશ્વરના મંદિરમાં કે મુનિ મહારાજસ્થિત ઉપાશ્રયમાં. આ બે સિવાય આરંભ-પરિગ્રહના ત્યાગની વાત જ ક્યાં ? દહેરાસર આગળ આરંભ-પરિગ્રહના નિવારણનું બાઈ, ઉપશ્રયમાં પણ આરંભ-પરિગ્રહના નિવારણનું સ્થાન. ફક્ત દેવ