________________ પ્રસ્તાવના સાથે વાદ કરવા આવ્યા અને પંડિત યશોવિજયજીએ વિદ્વાનેની સભા સમક્ષ વાદમાં તેને જીતી લીધું. તેથી પંડિતાએ તેમને ન્યાયવિશારદનું બિરુદ આપ્યું. ત્યારબાદ તેમને કાશીમાં વિદ્વાનોએ ન્યાયાચાર્યની પદવી આપી. ન્યાયાચાર્ય પદવીને ઉલ્લેખ સુજસવેલીભાસમાં નથી, તે પણ 'તર્કભાષાની પ્રશસ્તિમાં તેને સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ત્યારબાદ ચવિજયજી કાશીથી આગ્રા આવ્યા અને ત્યાં ન્યાયાચાર્યની પાસે તર્કશાસ્ત્રના કઠણ ગ્રન્થોને અભ્યાસ કર્યો, અને પછી તેઓ આગ્રાથી નીકળી વાદીઓને છતતા અમદાવાદ આવ્યા અને નાગોરી સરાહમાં ઉતર્યા. તેમની વિદ્વત્તાની કીતિ રાજસભામાં ગુજરાતના સુબા મહાબતખાને સાંભળી અને વિદ્વાન યશવિજયજીને જોવાની તેને ઈચ્છા થઈ, તેથી તેઓ રાજસભામાં આવ્યા અને ખાનના કહેવાથી ત્યાં અઢાર અવધાન કરી બતાવ્યા. મહેબતખાન ખુશ થયે અને તેમની બુદ્ધિની પ્રશંસા કરી તથા વાજતે ગાજતે તેમને પોતાના સ્થાનકે પહોંચાડ્યા. 1 पूर्व न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधै ायाचार्यपदं ततः कृतशतग्रन्थस्य यस्यार्पितम् / शिष्यप्रार्थनया नयादिविजयप्राज्ञोत्तमानां शिशुः। तत्त्वं किञ्चिदिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् // કાશીમાં પંડિતે પહેલાં જેને ન્યાયવિશારદનું બિરુદ આપ્યું અને ત્યારબાદ સો ગ્રન્થ કર્યા પછી ન્યાયાચાર્યનું બિરુદ આપ્યું, તે નિયવિજય પંડિતના શિષ્ય યશવિજયે કંઈક તત્વ લેશમાત્રથી કહ્યું છે.