________________ જ્ઞાનસાર ત્યારબાદ સકળ સંઘે ગચ્છનાયક શ્રીવિજયદેવસૂરિને વિનંતિ કરી કે યશોવિજયજી બહુશ્રુત અને અદ્વિતીય પંડિત છે અને તેથી તે ઉપાધ્યાયપદને ગ્ય છે. ગ૭પતિએ પણ ગ્યતા જાણી તેમને ઉપાધ્યાયપદવી આપવાને મનમાં નિશ્ચય કર્યો. તે પછી પંડિત યશોવિજયજીએ વીશસ્થાનકનું તપ વિધિપૂર્વક કર્યું અને વિ. સં. 1718 માં વિજયપ્રભસૂરિએ તેમને ઉપાધ્યાય પદવી આપી. વિ. સં. 1743 માં ઉપાધ્યાય યશોવિજ્યજી ડભોઈમાં ચાતુર્માસ રહ્યા, અને ત્યાં અનશન કરી સ્વર્ગસ્થ થયા. જે સ્થળે તેમને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તે સ્થળે વિ. સં. 1745 માં તેમની પાદુકા સ્થાપન કરવામાં આવી. ઉ૦ યશોવિજયજીએ વિ. સં. 1688 માં દીક્ષા લીધી, સં. 169 માં કાશી ગયા અને ત્યાં ત્રણ વરસ રહી અભ્યાસ કર્યો. વિદ્વાનોની સભામાં વિદ્વાન વાદીને જીતી ન્યાયવિશારદનું બિરુદ મેળવ્યું. ત્યારબાદ કાશીથી નીકળી આગ્રા આવ્યા અને ત્યાં રહી ચાર વરસ પર્યન્ત તર્કશાસ્ત્રના ગ્રન્થને અભ્યાસ કર્યો. આગ્રાથી નીકળી અમદાવાદ આવ્યા. ત્યાં. સં. 1718 માં ઉપાધ્યાયપદવી લીધી અને સં. 1743 માં ડાઈમાં તેમને સ્વર્ગવાસ થયો. આટલી સાલવાર હકીકત સુજસવેલી ભાસામાં મળે છે, પરંતુ તેમને જન્મસંવત્ આપવામાં આવ્યું નથી, તેથી તેમનું આયુષ કેટલું હતું તેને ચોક્કસ નિર્ણય થઈ શકતા નથી. તે પણ દીક્ષા સમયે તેમની ઉંમર લગભગ બાર વરસની હોય એમ સંભવે છે, તેથી તેમને જન્મ વિ. સં. 1976 માં હવે