________________ રાવસાર ગોહન કરતા સામાયિકાદિ સૂત્રને અભ્યાસ કર્યો. ત્યારબાદ શ્રીયશોવિજયજી ગુરુની સાથે વિહાર કરતા વિ. સં. 1699 માં અમદાવાદમાં આવ્યા અને ત્યાં સંઘસમક્ષ આઠ અવધાન કર્યા. તે વખતે અમદાવાદના રહીશ શાહ ધનજી સૂરાએ ગુરુ શ્રીનવિજયજીને વિનંતિ કરી કે શ્રીયશોવિજયજી વિદ્યાનું યેચ પાત્ર છે, તેથી જે કાશી જઈ ષડ્રદર્શનના ગ્રન્થોને અભ્યાસ કરે તે બીજા હેમચંદ્રાચાર્ય થાય, અને જિનમાર્ગની પ્રભાવના કરે. ગુરુ શ્રી. નયવિજયજીએ કહ્યું કે એ કામ ધનસાધ્ય છે. કારણ કે અન્યમતો ડિત વિના સ્વાર્થ નવીન ન્યાયશાસ્ત્રને અભ્યાસ ન કરાવે. હથી શાહ ધનજી સૂરાએ ઉત્સાહપૂર્વક કહ્યું કે તે કામમાં હું ધનની સહાય કરીશ અને પંડિતને સત્કાર કરીશ. માટે “યશવિજયજીને કાશી જઈ અભ્યાસ કરાવો એવી મારી ઇચ્છા છે. . ' ધનજી સૂરાની વિનંતિ માન્ય રાખી પંડિત શ્રીનવિજયજીએ યશોવિજયજી સાથે કાશી તરફ પ્રયાણ કર્યું અને સરસ્વતીના ધામ કાશી પહોંચ્યા. ત્યાં છ દર્શનેનું રહસ્ય જાણનાર તાર્કિકશિરોમણિ ભટ્ટાચાર્ય રહેતા હતા. તેમની પાસે સાતસો શિષ્ય મીમાંસાદિ શાસ્ત્રને અભ્યાસ કરતા હતા. તેમની પાસે યશવિજયજીએ ન્યાય, મીમાંસા, બૌદ્ધ અને વશેષિક દર્શને તથા ચિન્તામણિ આદિ નવ્ય ન્યાયશાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો. એ પ્રમાણે તેમણે નિરન્તર ત્રણ વરસ સુધી રસપૂર્વક અધ્યયન કર્યું. ત્યારબાદ ત્યાં એક વિદ્વાન સંન્યાસી મેટા આડંબર