________________ ર૭૮] દેશના દેશના(સીપારસ) કરવી પડે. આપણે પુદગલ અને કર્મને આધીન થઈ ગયા છીએ. રાજ્યમાં રૈયત કરતાં લશ્કર વધારે ન હોય, રૈયત કરતાં વધારે લશ્કર હોય તેવું રાજ્ય નહીં મળે. જ્યારે કર્મરાજા આત્માના એક પ્રદેશ ઉપર અનંતી કર્મવર્ગણ લગાડીને રહે છે. ચાહે જે કડક દેશ હોય, પણ તેમાં પોતે ઉત્પન્ન કરેલી ચીજ ભેગવે. જ્યારે કર્મરાજાના દેશમાં આત્મા પિતાની ચીજને ભેગવનાર ન થાય. કર્મરાજા દ્વારા પૌદ્ગલિક ઈન્દ્રિયની મદદ મળે ત્યારે આત્માને જ્ઞાન થાય ઈન્દ્રિયેારા આત્માને જ્ઞાન થાય. કર્મરાજાની મહેર થાય. પુગલને સાચવીએ ત્યારે આપણું ઘરનું જ્ઞાન આપણને મળે. કર્મરાજાની ગુલામીમાં ગયે તેથી આ દશા છે ને? આત્મા કર્મને ગુલામ ન હોય તે તેને પુગલની મદદની જરૂર ન રહે. સિદ્ધ પર માત્માને લેક અલેક સર્વનું સ્વરૂપ દરેક ક્ષણે જાણવાનું. તેમાં પુગલની મદદની જરૂર નથી. કર્મરાજાની મહેરને સિદ્ધોને અવકાશ નથી. જેની હેય તે જીવવિચાર જાણે, નવતત્વ જાણે ત્યારે સમજી શકે છે કે-જે આત્મા સૂક્ષ્મ એકેન્દ્રિયને, તે જ આત્મા સિદ્ધ પરમાત્માને. આત્મા તરીકે બંનેમાં ફરક નથી. જીવના બે ભેદ પાડીને નક્કી કર્યું કે જે સિદ્ધને તે જ એકેન્દ્રિયને આત્મા. ફરક એક જ. કર્મની ગુલામીમાંથી છૂટી ગયેલા સિદ્ધ, ફસાયેલા તે જ સંસારી. આમાં કંઈ જૂનાધિક્તા નથી! સિદ્ધ સંસારી બંનેનું સ્વરૂપ એક સરખું જ છે. ફરક એક જ. આપણે કર્મની ગુલામીમાં સપડાયા છીએ જ્યારે તેઓ કર્મની ગુલામીમાં છૂટી ગયેલા છે. હું”“હું” બધા દર્શનકારેએ જાણ્યું, પણ તું કેણ છે?