________________ રાનસાર કરનારી જે જ્ઞાનામૃતના બિન્દુમાત્રની મહાવાર્તાઓ છે, ઉપશમભાવને પુષ્ટ કરનાર જે જ્ઞાનામૃતને બિન્દુ પણ દુલભ છે, તે જ્ઞાનામૃતમાં સર્વોગે મગ્ન પણાનું શી રીતે વર્ણન કરીએ? તેનું વર્ણન કરવાને અમે અસમર્થ છીએ એ તાત્પર્ય છે. જે સ્વરૂપજ્ઞાનને અનુભવ છે તે અત્યન્ત પ્રશંસનીય છે. કહ્યું છે કે लम्भह सुरसामित्तं लभइ पहुअत्तणं न संदेहो। . इको नवरि न लगभइ जिणिदवरदेसिओ धम्मो // धम्मो पवित्तिरूवो लम्भइ कइया वि निरयदुक्खभया। जो नियवत्थुसहावो सो धम्मो दुल्लहो लोए / नियवत्थुधम्मसवणं दुलहं वुत्तं जिणिदआणसुअं। तफासणमेग हुंति केसि चि धीराणं / / “દેવનું સ્વામીપણું પ્રાપ્ત થાય છે, અને ઐશ્વર્ય મળે છે એમાં સંદેહ નથી. પણ એક જિનેશ્વરે કહેલો ધર્મ પ્રાપ્ત થતો નથી. કદાચિત્ નરકગતિના દુઃખના ભયથી પ્રવૃત્તિસ્વરૂપ-ક્રિયારૂપ ધર્મ પ્રાપ્ત થાય પણ જે વસ્તુના સ્વભાવરૂપ ધર્મ છે તે જગતમાં મળ દુર્લભ છે. નિજવસ્તુના ધર્મનું શ્રવણ કરવું, જિનેન્દ્રની આજ્ઞાનું શ્રવણ અને તેને સ્પર્શ કર એ દુર્લભ છે અને તે બધું કઈક ધીર પુરૂષોમાં હોય છે. આથી વસ્તુસ્વરૂપ ધર્મના સ્પર્શ વડે અત્યન્ત શાન્ત થએલા મહાત્માઓનું અત્યન્ત પૂજ્યપણું છે.