________________ એકવીસમી 15 બાર માસ સિવાય બીજું સ્થાન નથી. જેમાં અંશ પણ એ છે ન થાય, ફેરફાર ન થાય, જેવું છે તેવું ને તેવું હંમેશા રહે. સર્વભક્ષક કાળીને ભક્ષક. આખા જગતમાં એક રાક્ષસ છે. તેનું નામ કાળ. ના અક્ષર કાલ સર્વને ભક્ષક: 14 રાજકને અંગે બધી વસ્તુને ખાનાર કાળ છે, પરંતુ કાળને કેળિયે કરનાર, કાળને ખાઈ જનાર અનંત કળ જાય તે પણ તેની ગણતરી નહીં–જેવી સ્થિતિ હોય તેવી ને તેવી જ સ્થિતિમાં રાખનાર મેક્ષ છે. આખા જગતમાં કાળજ બધાને કે લિયે કરે છે, પણ સિદ્ધિમાં કાળજું કંઈ ચાલતું નથી. સિદ્ધિ પામ્યા પછી ભટકતી જાતમાં આવવું પડતું નથી. મેળવેલું મેલવું પડતું નથી. કાળ અસર કરી શકતું નથી. તેવું સ્થાન માત્ર એક્ષસિદ્ધિ. પરતુ તે સિદ્ધિ મળે કેમ? કક્કો લખવે તે તમારી કાયાનું કામ. કાયાના કામમાં પણ કેટલા કક્કા વાંકા લખાય ત્યારે એક કક્કો સીધે આવે છે. કાયાથી મનથી તમે લખવા માંગે છે, છતાં પણ ટેવ નથી પડી હતી ત્યાં સુધી કક્કો, એક પણ સીધે નથી આવતે તે પછી અનાદિકાળથી ભટકવાને સંસ્કાર, મેળવેલું મેલી દેવાને સંસ્કાર પડે છે. તે સંસ્કાર શી રીતે જવાને? અને નહિવત્ છુટેલ મેલ શી રીતે સીધે આવવાને? અનાદિકાબથી ભટક્તી જાતને સંસ્કાર પડે છે. તે માણસાધનામાં આડે આવ્યા વગર નહીં રહે. અહીંનાં (આ ઉપાશ્રયન) પગથિયાં પહેલાં ઊંચાનીચાં હતાં. પછી સીધા થયા ત્યારે કઈ વખત ખંચકાવાનું થયું. એ પગથિથાને જે સંસ્કાર પડયે તે તે સીધા પગથિયા વખતે પણ ઠેસ વગાડનાર થાય.