________________ 196] દેશના દેશનાઅનાદિકાળને સંસ્કાર અહીં ભટકતી જાતમાંથી નીકળવાની પ્રવૃત્તિ કરે તે વખતે નડ્યા વગર કેમ રહેવાને ? અનાદિકાળના સંસ્કાર તમને નડવાના છે, તે શાસ્ત્રકારની ધ્યાન બહાર નથી. અનંતી વખતે તમે દ્રવ્ય કિયા કરશે ત્યારે તમે ભાવ ક્રિયામાં આવશે. ચારિત્ર જેવી મા પહોંચાડનારી મુખ્ય ચીજ, તે માટે શાસ્ત્રકારે એ જ જણાવ્યું કે–અવંતી વખત દ્રવ્યચારિત્ર આવે ત્યારે એક વખત ભાવચારિત્રઆવે. ભાવચારિત્ર પામ્યા પછી કેટલા ભવ બાકી ? શંકા કરવાની છૂટ બધાને છે. શંકા બે પ્રકારે એક પદાર્થ જાણવાની, કહેલું કબૂલ રાખી વચમાં ખુલાસે કવા માટે પૂછવામાં આવે તે શંકા. અને કહેલાને અંગે મૂળ કથન ઉપર નિર્ણય ન હોય તેનું નામ સાંશયક મિથ્યાત્વી. મૂળ કથન ઉપર શંકા, તે સશક મિથ્યાવ. અહીં જે શાસ્ત્રકારે કહ્યું કે અનંતા દ્રવ્ય ચરિત્ર કરવા પડે, તે વાત કબૂલ, તેમાં શંકા નથી. અનંતા દ્રવ્યચારિત્ર થવાનાં કહ્યા તે કબૂલ જ, પણ પ્રશ્ન એક રહે છે. માદેવા માતા કે જે કઈ દહાડે પૃથ્વી, અપાદિમાં આવ્યા ન હતા, અને કઈ દહાડો મનુષ્યપણામાં આવ્યા ન હતા, તેમને દ્રવ્યચારિત્ર અનંતી વખત કયાંથી આવ્યું હશે? વાત ખરી. તે બાબત શાસ્ત્રકાર ચેખા શબ્દમાં સમાધાન આપે છે. આપણે શાસ્ત્રકારની નીતિ સમજી લેવાની. જેને વ્યવહારરાશિમાં આવ્યાને અનંત કાળ થયે હોય તેવા માટે મુખ્ય પ્રરૂપણ છે. દરેક જીવ દરેક જીવ સાથે અનંતી વખત માતા, પિતા, પુત્ર, સ્ત્રી આદિ દરેક સંબંધથી જોડાયા, વ્યવહારરાશીમાં આવ્યાને જેને અનંત કાળ થયો છે, તેને માટે તે નિયમ. માટે શાસ્ત્રકારની અનંત સંબંધની પ્રરૂપણ.