________________ જ્ઞાનસાર औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव / नातिश्रमापगमनाय न च श्रमाय राज्यं स्वहस्तधृतदण्डमिवातपत्रम् / / પ્રતિષ્ઠા રાજાના સુક્ષ્મ માત્રને નાશ કરે છે અને પ્રાપ્ત વસ્તુના રક્ષણ કરવાની વૃત્તિ અને કલેશ ઉત્પન્ન કરે છે. પોતાના હાથમાં જેને દંડ ધારણ કરે છે એવા છત્રની પેઠે રાજ્ય કેવળ શ્રમને માટે નથી, તેમ અત્યન્ત શ્રમને દૂર કરવા માટે પણ નથી. રાજ્ય એ આભિમાનિક સુખ અને દુઃખરૂપ છે. - તે માટે સંસાર સર્વ દુઃખમય જ છે. સ્વાભાવિક આનન્દ એ જ સુખ છે. “જ્યાં સુધી ઈન્દ્રિયસુખમાં સુખબુદ્ધિ છે ત્યાં સુધી સમ્યગ્દર્શન અને જ્ઞાનમાં મગ્ન થયેલ નથી” એમ તત્ત્વાર્થટીકામાં કહ્યું છે. તેથી આધ્યાત્મિક સુખને પુદ્ગલેના સંબન્ધથી થયેલા સુખની ઉપમા આપી શકાય નહિ. અર્થાત્ આધ્યાત્મિક સુખની પૌગલિક સુખની સાથે તુલના કરી શકાય નહિ. शमशैत्यपुषो यस्य विभुषोऽपि महाकथाः। किं स्तुमो ज्ञानपीयूषे तत्र सर्वाङ्गमग्रताम् // 7 // 1 રામરત્યપુષઃ=ઉપશમરૂપ શિતળતાને પણ કરનારી. વચ=જે જ્ઞાનામૃતના. વિશ્વ =બિન્દુની. પ=પણ મહેથા=મહા વાર્તાઓ. રિમૂ=કેમ, શી રીતે. તુમ =રસ્તુતિ કરીએ. તત્ર જ્ઞાનપીયૂષે તે જ્ઞાનરૂપ અમૃતને વિશે. સમાનતાં=સવ અંગે મનપણાની.