________________ 36 માષ્ટક સુખથી વંચિત થએલા પુરૂષોએ સુખની બુદ્ધિથી કપેલું છે. જગતમાં પુદ્ગલના સંયોગજનિત કલ્પિત સુખ દુઃખની જ જાતિ છે–અર્થાત તે દુઃખથી ભિન્ન નથી, વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે - जत्तो चिय पञ्चक्खं सोम्म सुहं नत्थि दुक्खमेवेदं / तप्पडियारविभत्तं तो पुण्णफलं ति दुक्खं ति // विसयसुहं दुक्खं चिय दुक्खपडियारओ तिगिच्छ व्व / तं सुहमुवयाराओ न उवयारो विणा तच्च // सायासायं दुक्खं तबिरहम्मि य सुहं जओ तेणं / देहिदिएसु दुख सोक्ख देहिंदियाभावे // वि० आ. भा. गा. 2705 હે સૌમ્ય, તે પ્રત્યક્ષ જણાતું સુખ સુખ નથી જ, પણ દુઃખરૂપ છે. કારણ કે તે દુ:ખના પ્રતીકારમાત્ર વડે દુખથી જુદું કહ્યું છે. તેથી પુણ્યનું ફળ પણ દુખ જ છે. વિષયસુખ દુઃખના પ્રતીકારરૂપ હેવાથી ચિકિત્સાની પેઠે વસ્તુતઃ દુઃખ જ છે પરંતુ તે ઉપચારથી સુખ છે. ઉપચાર પણ બીજી સત્ય વસ્તુ સિવાય હેતું નથી. અર્થાત્ વિષયસુખ સિવાયનું બીજું પરમાર્થિક સુખ છે, અને તેથી તેને વિષયસુખમાં આરેપ કરવામાં આવે છે. સાતા અને અસાતા દુઃખ જ છે, તેના અભાવમાં સુખ છે. તે શરીર અને ઇન્દ્રિયોના આધારે થતું હોવાથી દુખ છે અને શરીર અને ઈન્દ્રિયાના અભાવમાં સુખ છે. કહ્યું છે કે -