________________ સંગ્રહ, ઓગણીસમી [181 તેવા પણ બૂર હોય છે. તેવા આત્માઓ, ફેટેગ્રાફના કાચ જેવા છે. રાજા, મુનિમહારાજનું વર્ણન વારંવાર કરે છે ચારે બાજુ મુનિનું જ વર્ણન કરે છે. ઘુવડને મન સૂર્યઉદય ન ખમાય. તેમ ધર્મથી દૂર રહેલા, ધર્મના ઉદયને ન ખમી શકે, રાજએ કરેલું મુનિગુણવર્ણન સાંભળીને એક એ. માણસ નીકળ્યો કે-“મુનિઓ ઉપસર્ગ–પરીસહ સહન કરે છે. મહાવ્રતો પાળે છે એ બધું કબૂલ, પણ...કહી આખું જાળવેલું ઝાડ તેડી નાંખે! મુનિએ ઘરબાર છોડ્યા વગેરે મુનિમહારાજ કહે છે, “પણ” એમ વાતે વાતે “પણ” કહી પાણી ફેરવે છે. રાજાને તે નાસ્તિક કહે છે કે-“કર્મ બંધનું–આશ્રવનું–ભવચક્રમાં ભમવાનું કારણ તે મન છે ને? મન સ્થિર રહે તેમ છે નહીં. અને મન સ્થિર રહે નહીં એટલે મુનિ મહા રાજને ય તે અસ્થિરતા ભવચક્રમાં ભમવાનું કારણ ગણાય. મન સ્થિર ન હોય તો મહાવ્રત પાલન વગેરે થાય, તે પણ સરવાળે બધું મીંડું છે.” નાસ્તિકે કેવી રીતે વાત ગોઠવી? ‘ઉતરડ ખડકાવી નીચેનું માટલું લઈ લઉં છું, બીજાને હું અડત નથી, સાચવજે શું સચવાય? તેમ રાજાએ જે કહ્યું તે બધું કબૂલ પણ નાસ્તિક કહે છે કે–મન વગર કંઈ ન બને, માટે મુનિ વગેરે તે બહારની રમત !" રાજાએ અહીં શું કરવું? કારણ કે-નાસ્તિકને તે દુનિયાદારીને બાધક પડછે છે. મહાત્માના મન મેક્ષ તરફ ઢળેલા હોય છે, એ રાજાની માન્યતા છતાં–સાચું છતાં, સાચું પણ સાબિત કરવું બહુ મુશ્કેલ છે. હવે રાજાએ મહાત્માનાં મન સાબિત કરવાં શી રીતે? રાજા અક્કલને આંધળે ન હતું. એ નાસ્તિકને એક પૂરે પહોંચેલે ગેડીયે ઊભો કર્યો. એ ગઠીયો થયે કે