________________ દેશના દેશના આસ્તિક પછી નાતિની ઉત્પત્તિ. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ ભવ્ય ના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા કે આ સંસારમાં સહુને સારું ગમે છે, કેઈને પણ ખરાબ ગમતું નથી. પિતે ખરાબ કર્યું હોય તે તેથી ખસી જવા માગે છે. સર્વને સારું ગમે છે. સર્વને સાચું ગમે છે. નમું કે ખોટું ભલે કરે, પરંતુ ગમવાને અંગે નિયમ કયો ? દરેકને સારું—સાચું ગમે છે ને? પરંતુ સાચું અને સારું કયાં રહ્યું છે? આ જગતમાં “વૈદ્ય ગાંધીના સહીયારા” તરીકે પ્રવૃત્તિ ચાલી રહી છે. શિવ, કુરાન વગેરે મતે પિતપતાને ગાય છે. શાસ્ત્રો શિવને, શિવે ભગવાનને ગાયા. ઈસુએ બાઇબલને, બાઈબલે ઈસુને ગાયા. તેમ જિનેશ્વર મહારાજને અંગે પણ કહી શકાય કે–આગમેએ જિનેશ્વરને ગાયા, જિનેશ્વરે આગમને ગાયા. આમ પરસ્પર ભાવિતપણું થાય તેટલા માત્રથી સમ્યકુપણું માનવું ? હંમેશા દુનિયામાં કહેવાય છે કે બેલતાની જીભ ન પકડાય. શંકાકારની જીભને વ્યાખ્યાકાર પકડી શકે નહિ. અને એ જ રીતે અહિં શંકા કરીએ કે-અહિં સમ્યક્તવ શી રીતે માનવું? તેમ પાછા પદાર્થો-અલોકિક પદાર્થોમાં પણ ભરોસો તેના જાણનારને હોય. આથી અતીન્દ્રિય પદાર્થોને જાણનારા સર્વજ્ઞના આગમે-સિદ્ધાંતિને માનીએ છીએ. અને તેના આધારે દેવગુરુને માનીએ છીએ, તેથી આ ધર્મમાં સભ્યપણું ધારવું તે જ સમક્તિ. હવે તેને શોભાવવા માટે પાંચ આભૂષણે કહ્યાં છે, તે કેવી રીતે?તે અગ્રે.