________________ સંગ્રહ સાતમી [63 કાળની વિચારણાવાળે હેય, આ ભવને અંગે કંચનાદ માટે, સમૃદ્ધિ કુટુમ્બકબિલા માટે ભલે લાંબા વિચાર કરનારા હોય, તેને વિચારશીલ માનતા નથી. શાસનની પ્રવૃત્તિ–શરૂઆત કરવાની વખતે સર્વજન સમક્ષ જાહેર કરે છે, કે–અમે કુટુમ્બાદિકના વિચાર કરનારાને સાચા સંસી કહેતા નથી, પણ વસ્તુતઃ અમે તેને જ વિચારશીલ કહીએ છીએ કે-જે ક્ષયે પશમ સમ્યક્ત્વ ધારણ કરનારે હોય. “હું કઈક ભવમાં હતું, ને ત્યાંથી આવ્યો છું. અને આ ભવથી બીજે ભવ જવાને છું.' આટલા વિચારવાળે હેાય તે દૃષ્ટિવાદેદેશિકી સંજ્ઞાએ સંજ્ઞી. એ જ શાસ્ત્રદષ્ટિએ સંજ્ઞી. વ્યવહાર માત્રથી સામાન્ય વિચારવાળા સંસી ખરા, પણ શાસ્ત્રદષ્ટિએ સંજ્ઞી કેણ? જે ક્ષપશમસમ્યક્ત્વ ધારણ કરનાર હોય તે. ગયા ભવમાંથી અહીં આવેલે છું, આ ભવથી બીજે ભવ જનારે છું. આ વસ્તુ જેને રમી રહી હોય તેને જ શાસ્ત્રકારે વિચારશીલ માને છે. અહીંથી આગળ ચાર ગતિમાંથી ગમે ત્યાં જવાનું છું. આવા વિચારવાળા હોય તેને જ અમે સંસી–વિચારશીલ માનીએ છીએ. આ વિચાર ન આવે તેને અમે વિચારશીલ માનતા નથી. આ વાત દરેક ગણધર મહારાજા તીર્થની પ્રવૃત્તિ વખતે પ્રથમ જાહેર કરે છે. આ ઉપરથી એ નક્કી થયું કે આપણે ભટક્તી પ્રજા. લુહારીયા કરતાં પણ આપણી જાતની નપાવટતા. લુહારીયાની જાત એક ગામથી બીજે ગામ ફર્યા જ કરે. તેને ઘરબાર ન હોય. તે જાત કરતાં આ જાત ભૂંડી હોય છે. પેલી ભટકતી જાત, માલ ટેપલામાં નાંખી કે પઠીયા ઉપર ભરી જોડે લઈ જાય છે. માલ સાથે લઈને ફરવાવાળી ભટકતી જાત. જ્યારે આપણે માલ મેલીને ભટકવાવાળી પ્રજા ! આખી જિંદગી દ્રવ્ય