________________ દેશના દેશનાકરેડેનું ઉપાર્જન કર્યું. સ્ત્રીઓ ચક્રવર્તી માફક લાખે પરણ્ય. કુટુમ્બ યાદ માફક મોટું ભેગું કર્યું. શરીર હજારે ગાઉનું મોટું કર્યું. તેમાંથી લઈ જવાનું શું ! સરવાળે શૂન્યને વેપલે. આખી જિંદગી વેપલે કર્યો. આ ચાર વસ્તુ મેળવવાને ધંધો કર્યો. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા. પછી સરવૈયામાં છેવટે સાથે શું આવવાનું ? કંચનાદિ ચારે અહીં મૂકીને જવાનું. લુવારીયા, કમાણી ટેપલામાં નાખીને સાથે લઈ જાય, આપણે ખાલી હાથે જવાના. જન્મ જન્મ આપણે મહેનત કરી, આપણે વસ્તુ મેળવી, પણ મેળવીને અહીં મેલીને જવાનું! માગેલું કેટલી વખત રહે? વિવાહમાં માંગેલું ઘરેણું કેટલા દિવસ રખાય? માગેલી વસ્તુના માલીક ન બનાય. માગેલાના માલીકન બનાય. ઘરની ચીજના માલિક બનાય. કંચન, કામિની, કુટુમ્બ, કાયા સર્ગિક માગેલી ચીજ. આત્માશ્રી ચીજ નથી, જ્યારે માગેલી ચીજ છે, ત્યારે તે ન રહે, તેમાં આશ્ચર્ય શું ? કયી ચીજ સાથે રહે? પિતાની ચીજ હોય તેજ સાથે રહે. હંમેશાં માગેલી ચીજ સાથે ન રહે. હવે પિતાની ચીજ કઈ? પિતાની ચીજ સમજવી તેનું નામ સમકિત. પરની ચીજ પર તરીકે. પિતાની ચીજ પોતાના તરીકે સમજવી તેજ સમક્તિ. મેક્ષ પામે ત્યાં પણ તે માથે! શરીરને સર્વથા નાશ થાય, મન, વચન, કાયા, શ્વાસ, આયુ, નામ, ગેત્રને સર્વથા નાશ થઈ જાય તે પણ એ ન ખસે. વરની શોભા માગેલું ઘરેણું રહે ત્યાં સુધી, માગેલું ઉતરી જાય પછી વર ઉઘાડે. મન, વચન, કાયા, આપણી દુનિયાની અપેક્ષાએ અંતરની ચીજ પણ એ બધી ચીજ પુગલની મદદે મેળવેલીઆત્માની ચીજ મન, વચન, કાયા નથી. શું કંચન, કામિની, કુટુમ્બ, કયા