________________ દેશના દેશના કીર્તિ-વર્ણશ્લાઘા--પ્રશંસા માટે ધર્મક્રિયા ન કરવી પણ માત્ર કમ નિર્જરા માટે જ ધર્મકરણ કરવી એમ જણાવવા માટે કહ્યું કે બારમાનધિત્વ કર્મક્ષય કરી આત્માને નિર્મળ કરવા માટે ધર્મક્રિયા કરવી. જ્ઞાનાચાર, દર્શનાચાર પાંચે આચારની પ્રવૃત્તિ, આચાર તે જ અધ્યાત્મ, વાતે અધ્યાત્મની ગમે છે, પણ પરમાર્થ સમજાયે નથી. કર્મક્ષય માટે પાંચે આચારની પ્રવૃત્તિ, તે જ આધ્યાત્મ, નહીંતર ફાગણને ગેરયા જેવી દશા છે. ફાગણના ગેરૈયા (હોળી રમનારા) વચન અને વર્તનનાં ખરાબ પણ દાનત ખરાબ નથી. પણ જેઓ દાનત=પરિણામ, મન વચન કાયાથી ખરાબ અને અધ્યાત્મની વાત કરે તે કેવા સમજવા? જેમાં ઉચ્ચાર, આચાર, વિચાર ત્રણેની શુદ્ધિ ન હોય, તેવાના હે આત્મા? કથનને શો અર્થ ! અધ્યાત્મ એનું નામ કે–કર્મની નિર્જ. કર્મક્ષયની બુદ્ધિ રાખી જે ધર્મપાલન તે જ અધ્યાત્મ. દૃષ્ટિવાદેશિકી સંજ્ઞા હવે મૂળ વાતમાં આવીએ. માત્ર દુનિયાદારીના જ વિચારે ઉચ્ચારે આચાસે રહેલા હોય, વિષય કષાય માટે જ ઉચ્ચારાદિ રહેલા હોય, તેવાને ભવાંતરની દષ્ટિ થઈ, તેમ કહી શકાય નહીં. વ્યવહારમાં રહીને નિશ્ચયમાં જાય. ધર્મ એટલે નિશ્ચય, અને વ્યવહાર એટલે દુનિયા ગણી લે છે તેમ નહીં. જે કંઇપણ બાહ્ય આચારની–ક્રિયાની ધાર્મિક પ્રવૃત્તિ તે વ્યવહાર અને તેમાં આત્માની જે પરિણતિ તે નિશ્ચય. વ્યવહારમાં રહી નિશ્ચયમાં વધે, તેવી જ રીતે વ્યવહારમાં રહેવા ખાતર, વ્યવહાર સમજવા ખાતર, લાંબા કાળની વિચારણાવાળાને સંજ્ઞી કહ્યા, પણ તત્વની દૃષ્ટિએ અમે તેને સંજ્ઞી ગણતા નથી. ભલે લાંબા