________________ સંગ્રહ. પાંચમી [39 દેશના–૫ છું स्थैर्य प्रभावना भक्तिः, कौशलं जिनशासने / तीर्थसेवा च पंचास्य भूषणानि प्रयक्षते // કાર્ય કરનારે ત્રણ વસ્તુને નિશ્ચય કરવો જોઈએ. કલિકાલસર્વજ્ઞ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ, ભાજીના ઉપકાર માટે ધર્મોપદેશ કરતા થકાં આગળ સૂચવી ગયા કે--જગતમાં જેને પણ કાર્ય કરવાની ઈચ્છા થાય, તે દરેક મનુષ્ય કે જીવને ત્રણ વસ્તુ પ્રથમ નક્કી કરવી પડે છે. તે સિવાય કાર્યની સિદ્ધિ પામી શકતી નથી. ક્યી ત્રણ વસ્તુ? તે માટે સુચવી ગયા કે દરેક મનુષ્ય પોતે આરંસિદ્ધિ કરવી હોય તે તેણે ત્રણ વાત કરવી જોઈએ. પહેલાં તે ઈષ્ટની સિદ્ધિ કરવી છે. ઈષ્ટની સિદ્ધિ જ કરવી છે. આ બે નિશ્ચય ન થાય ત્યાં સુધી ઈષ્ટની સિદ્ધિ શી રીતે થાય? ભૂખે છે, પેટ ભરવું છે ને ખેરાકને અડકવું નથી તે ભૂખ ભાંગે ખરી? જેમ ખોરાક વગર ભૂખ ભાંગવા વિચાર છતાં ભૂખ ભાંગી શકે જ નહિ. તેમ ઇષ્ટની સિદ્ધિના સાધને ન મળે તે ? માટે ઈષ્ટ સિદ્ધિનાં સાધન મેળવવા તેનું જ નામ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર. એ કોઈ ઝાડનાં ફળ જેવી ચીજ નથી. ઈષ્ટસિદ્ધિના નિયમને વળગે, સાધનેને વળગે અને તેને અમલ કરે તે જ દર્શન, જ્ઞાનને ચારિત્ર. હવે તમે માન્યતા, બેધ અને પ્રવૃત્તિ એ બધામાં સમ્યફપણું રાખ્યું; છતાં તે સમ્યફ શબ્દ માત્ર માન્યતામાં રાખે. બધ અને વર્તનને ન લગાડ, તેનું કારણ? હવે તે કેવી રીતે તે શાસ્ત્રકાર સમજાવશે. તે અગ્રે વર્તમાન.