________________ 30] દેશના દેશનાસમજવું. સ્વાર્થસિદ્ધિ માટે દરેક કાબૂ રાખે છે પણ તેવા કાબુથી મનુષ્યપણું ન મળે, સ્વભાવથી પાતળા કષાય હાય તે મળે. જે ઉપરી, અમલદાર ઉપર કોધ કરતાં પહેલા કાબૂ રાખે તેમ ન્યૂનશક્તિવાળા સાથે પણ કાબૂ રાખવું જોઈએ. ચાલ બેન ચાલ. સ્વભાવ માટે દષ્ટાંત દીધું છે. એક ગામમાં કુંભારણ રહે છે. જેઠ મહિનાને વખત છે. ૧ર વાગ્યા છે. ગધેડી ઉપર માટી નાખી શહેરમાં આવે છે. ભૂખી તરસી ગધેડી ધીમી ચાલે છે. પેલીને ઉતાવળે ચલાવવી છે. ડફણું મારે છે અને મેથી “ચાલ બેન ચાલ.” કહે છે! સામેથી આવનાર મનુષ્ય સાંભળી વિચારે છે કે-આ શું? ઉભી રાખી. બેન આ શા મુદ્દાથી બોલે છે ? તેણુએ કહ્યું-કારણ છે. હું માટી ઉતારી બજારમાં જઈશ, માએ વાસણે ગેદવ્યાં હશે, તે વાસણ લેવા માટે ઠાકર-શેઠની છોકરીઓ, બેને આવશે. એક ઠામ લેવા માટે એકવીસ ઠામ ઉંચા નીચા કરશે. કેરા મારશે, કિંમતમાં હું બે જ પૈસા કહીશ છતાં તે દેઢ પેલે કહેશે. પાંચ (5) પાઈ કરતાં કલાક કરશે. તેવા વખતમાં હું “રાંડ! કભારજા ! લેવું હેય તે લે, નહીં તે ચાલતી થા” તેમ કહું તે શું થાય? માટે એ શબ્દજ મેં કાઢી નાખ્યા છે. રાંડ, કભારજા શબ્દ કાઢી નાખ્યો છે. ગમે તેવી ટંટાવાળી સ્થિતિમાં પણ આવું બોલું, બીજા હલકા શબ્દ ન બેલું. આનું નામ તેણે શબ્દને સ્વભાવથી સુધાર્યા. તેમ આત્મા ક્રોધાદિક ઉપર કાબૂ મેળવવા સ્વભાવથી કષાયે પાતળા કરી નાખે. કૃત્રિમ નહી. નુકશાનમાં મૂળનું નુકશાન થાય ત્યારે વ્યાજ પણ છોડી દઈએ છીએ. નુકશાનના ભયે ગુસ્સા ઉપર ગુમાન, પ્રપંચ, લેભ ઉપર કાબૂ મેળવાય છે તેવા કાબુથી