________________ ત્રીજી સંગ્રહ. [19 ઢળી નાંખે છે. વૈદ ઉપર દ્વેષ કરે તેના ઉપર ચીડાય. વૈદ ઉપર બળ પણ વાપરે છે. વૈદ તેને રેગ કાઢવા દવા આપે છે. માબાપ તેને રેગ કાઢવા દવા પધ છે; છતાં એમ કેમ? દરદના ભયંકરપણાનું ભાન નથી. દરદીને દાદના ભયંકરપણાનું ભાન ન હોય ત્યાં લગી દરદનું દુઃખ સહેવાને તૈયાર; પણ ચરી પાળવાને તૈયાર ન થાય. કયું દરદ આ જીવને છે, તે કહેવું છે તે ખ્યાલમાં ન આવે ત્યાં સુધી ધર્મરૂપી દવા, ગુરુરૂપી દાક્તરનું સ્થાન ક્યી જ પર રહે. કુપગ્ય ખાતાં રેકનાર વૈરી લાગે છે. શાથી? દરદની ભયંકરતા ખ્યાલમાં નથી આવી તેથી. તેથી રેગ કે દરદની ભયંકરતા સમજ્યા વગર ધર્મોપદેશ આપે તે વૈરી થાય. બાધા આપી તે મહારાજે બાંધ્યા સજ્જડ બાંધ્યા. છટકવાની બારી ન રાખી. આ શબ્દ છેકરમતના છે. જીવ અનાદિના રેગને ભયંકર ન સમજે ત્યાં સુધી આ જીવ પણ બાળક જે છે. દુઃખ કાઢવાનું ઔષધ ધર્મ છે. ધર્મગુરુ બળાત્કાર કરનાર પુરુષ લાગે, જેને દરદને ખ્યાલ ન હોય તેને માટે પહેલાં દરદ સમજાવવાની જરૂર છે. ધર્મરૂપી દવા શા માટે આપવી છે? ધર્મોપદેશકનાં પિતાના આત્માને એ દવાથી રેગ નથી જવાને. તારા અનાદિના રંગને મટાડવા માટે તે ધર્મોપદેશ આપે છે. એ રેગની ભયંકરતાને ખ્યાલ આવે ત્યારે જ ઓષધ અને તેના દાતા ઉપર આદર થાય. સંસાર આ છે, દુઃખરૂપે ફળે છે. દુઃખાનુબંધી છે. દુખસ્વરૂપ છે. સંસારફળ પણ દુ:ખ છે. હેતુ પણ દુઃખને છે. પરંપરાએ પણ દુઃખ ને દુખ અનાદિ સંસારનુંય દુ:ખરૂપપાસું–દુ:ખફળ–દુ:ખહેતુ જણાવી સંસારની ભયંકરતા જણાવવામાં આવે, ને શ્રોતાના માનવામાં આવે તે જ ધર્મરૂપી ઔષધમાં આદરવાળે થાય. ધર્મ આપનાર