________________ દેશના 16] દેશનાતેને ખ્યાલ આવે છે ? માતાનું દૂધ પીધું સર્વ જાણે છે પણ કોઈને યાદ આવે છે? આ ભવની હકીક્ત પણ કેઈને ખ્યાલમાં નથી. ગર્ભની દશાને ખ્યાલ કેઈને આવે છે? આ ભવની તાજી અનુભવેલી વાત ખ્યાલમાં આવતી નથી, તે પછી ગયા જન્મ કે ગયા ભવની વાત શાની ખ્યાલમાં આવે તે પછી અનાદિની વાત કરે તે શી રીતે માનવામાં આવે? અનંતા ભવની વાત કરે, નિરૂપણ કરે તે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે. કેટલીક વખત વિશેષ ખ્યાલમાં ન હોય તે પણ સામાન્ય વસ્તુ અક્કલથી સમજી શકાય છે. દાણે હાથમાં લીધે તે ક્યા ખેતરમાં કયા ખેડૂતે વાળે, બીજ ક્યાંથી લાવ્યા હતા તે સર્વ ખ્યાલમાં નથી. પણ ઉત્પત્તિ શક્તિને વિચાર કરીએ ત્યારે માનવું પડે કે અંકુર વગર બીજ ન હેય. તે અંકુર પણ બીજ વગર ન હેય. ઉત્પત્તિ શક્તિ પહેલાની છે. ભલે આપણે ખેતર, અંકુર, પૂર્વનું બીજ નથી દેખ્યું; છતાં અનાદિ તે શક્તિ માનવી પડે, પરસ્પર કાર્યકારણભાવ હોય, સ્વત: કારણકાર્યરૂપ હય, તે વસ્તુ અનાદિની હેય. બીજ અંકુરનું કારણ, અંકુર બીજનું કારણ પરસ્પર કારણકાર્યભાવ છે. સાથે જ પોતે કાર્યરૂપ અને કારણરૂપ છે. અંકુર પિતે કારણરૂપ અને કાર્યરૂપ છે. આ અંકુર આ બીજનું કાર્ય છે. એવી રીતે આ બીજ આ અંકુર આ બીજનું કારણ છે. પરસ્પર કાર્યકારણરૂપ હેવાથી તેની પરંપરા અનાદિની માનવી પડે છે. નહિતર બીજ વગર અંકુર થઈ જાય છે એમ માનવું પડે, પણ તે માની શકાય નહિ. તેમજ અંકુર વગર બીજ થાય છે તેમ બની શકતું નથી. કેઈપણ સમજુ બેમાંથી એકે વાત કબૂલ કરે નહિ કે અંકુર વગર બીજ હોય છે, કે બીજ વગર અંકુર હોય છે. તે બે વાતથી