________________ છે છ gશ્વનાથાય નમઃ | મા કુ-કથન અનાદિ અનંત એવા સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં આ જીવ મહાપુ પંચેન્દ્રિયપણું-આર્યદેશ-ઉત્તમ કુળ-શ્રાવકપણું–દેવગુરુનો સમાગમ ઈત્યાદિક મુક્તિને યોગ્ય સામગ્રી પામ્યું છે. આગામી ભાને સુધારવા સારુ અત્યંત ઉપયોગી એવી તે આત્મકલ્યાણ સામગ્રી પામવા છતાં આ આત્માને શ્રી વીતરાગપ્રભુની વાણી સાંભળવા મળવી મુશ્કેલ છે. મહાન પુણ્યદય સિવાય બી જિનવાણું સાંભળવા મળતી નથી. તે વાણી સાંભળવા ઈચ્છા થતી નથી! આત્મા અતિ લઘુકમ બનેલ હોય તો જ તેને શ્રી સર્વજ્ઞ પરમાત્માની વાણી સાંભળવાની ઈચ્છા થવા પામે છે. તેવી શુભ ઈચ્છા થયા પછી પણ તે ભવનિસ્તારક વાણી સંભળાવનારા શુદ્ધપ્રરૂપક જ્ઞાની ગુરુનો વેગ થવો તે અત્યંત દુર્લભ છે. સેંકડો વર્ષો બાદ વર્તમાનમાં જેનોના પરમ સદ્દભાગે તેવા જૈનાગમ અને તેના અર્થગાંભીર્યના પારદર્શી બહુશ્રુત ગુરુદેવ આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રાપ્ત થયા હતા. તેઓશ્રીના વ્યાખ્યાનો વિજગતમાં સર્વદેશીય આત્મહિતકર અને અજોડ મનાય છે. આત્માના તારેતારને વિષે રણઝણાટ શક્તિ પેદા કરે તેવા તાત્વિક, અર્થગંભીર અને પ્રેરક તરીકે પંકાયેલાં છે. તેવા તે આગમદિવાકર મહાપુરુષના સૂક્ષ્મતર બેધમાંથી સત્ય પદાર્થોની રમઝટ જમાવતી અમીધારા સમાન દેશનાઓને ભવિષ્યમાં પણ અનેક ભવ્ય જનને ઉપકારો થવાનું ધારીને મારા ભાધિતારક પૂજ્ય ગુરુદેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબે દેશના વખતે જ દેવનાઓનું યથાશક્ય અવતરણ કરી લેવા સુકાયાસ આર્યો. અને વ્યાખ્યાનની સમાપ્તિ બાદ એ અવતરણની યથાશ્રવણ તથા સંલમ યેજના પણ જાતે કરીને ક્રમે દેશનાઓનો સંગ્રહ તૈયાર કર્યો. જેની જનતાને એ દેશનાસંગ્રહ બહુ ઉપયોગી જાણને અનેક મુમુક્ષુજનોએ તેને છપાવીને પ્રસિદ્ધ કરવાની તીવ્ર લાગણું દર્શાવવાથી