________________ મારા પૂજ્ય ગુરુદેવશ્રીએ તે કેપી સંક્સનાબદ્ધ એવી શુદ્ધ પ્રેસ કેપી કરાવી આજ સુધીમાં તેને કેટલોક વિભાગ શ્રસિદ્ધચકમહા ચ, આનસુધાસિંધુ, તથા શ્રી ભગવતીજી આઠમું શતક, અને આનન્દસુધાસિંધુ (અપરનામ) શ્રી ભગવતીજીનાં વ્યાખ્યાને વિગેરે નામના આદર્શ પુસ્તકે રૂપે પ્રસિદ્ધિમાં આણેલ છે, જેનાથી તવપિપાસુ ભવ્યજનોની ઘણા દિવસની જ્ઞાનતૃષા છીપાવવારૂપ મહાન ઉપકાર થવા પામ્યું હોવાનું અનેક સ્થળે જાણીને આનન્દ થાય છે. તે પ્રેસ કેપીમાંના કેટલાક વ્યાખ્યાનો પર્વદેશના નામના પુસ્તકમાં પણ પ્રસિદ્ધ થવા પામ્યાં છે. પ્રેસપી તરીકે હજુ પણ શેષ રહેલા સેંકડો વ્યાખ્યામાંથી આગની 45 સંખ્યા અનુલક્ષીને 45 ભવ્ય દેશનાઓને સંગ્રહ આ મહાન આત્મપકારી એવા દેશના સંગ્રહ પ્રથમ વિભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઈચ્છીએ કે-વાંચકવિ આ ભવ્ય પુસ્તકનાં આત્મકલ્યાણું વાચનને અવગાહીને પૂજ્ય ગુરુદેવશ્રીનાં સ્તુત્ય પ્રયાસને સફળ કરે. આ પછી મે દેશના સંગ્રહ નામક બીજા-ત્રીજા આદિ વિભાગે પણ પ્રસિદ્ધ કરાવી સમાજને પીરસવાની પૂજ્ય ગુર્દેવીની તીન ભાવના છે. ઈચ્છીએ છીએ કે શાસનદેવ તેઓશ્રીના તે પુણ્યમનેરશે સત્વર ફળીભૂત થાય તેવું બળ આપે. મારા પરમેપકારી શાનમૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રીને પુણ્યહસ્તે આ ગ્રંથરત્નમાં પીરસાયેલી પરમપૂજ્ય-ધ્યાનસ્થ સ્વર્ગત-બહુશ્રત-આગમહારક આચાર્યદેવેશશ્રી કથિત-દેશનાઓ અતિ તારિક અને ગંભીરાર્થપૂર્ણ હોવા છતાં આબાલવૃદ્ધને સુબોધજનક એવી સુગમ હેવાથી આત્મકલ્યાણેÚ સર્વ જનોએ આ દેશનાસંગ્રહનું શાન્તચિત્તે વાંચન, મનન અને તેનું વારંવાર પરિશીલન કરવાથી અગણિત લાભ પ્રાપ્ત થશે, એમ અમારું દ્રઢ મંતવ્ય છે. દ્વિતીય વૈશાખ વદી 6 જૈન સાહિત્યમંદિર ) સિક્ષેત્રપાલતાણા ઈ મુનિ અમરેન્દ્રસાગર