________________ જ્ઞાનસાર 487 . સ્યાદ્દવાદના રહસ્યનું જ્ઞાન થવાથી જેણે અભ્યદય પ્રાપ્ત કર્યો છે એવા દેવચક્કે આ ઉત્તમ ટીકા કરી છે. * સંવત્ 1796 ના વર્ષે કાર્તિક શુક્લ પંચમીના દિવસે નવાનગરમાં જ્ઞાનમંજરી ટીકા પૂર્ણ કરી. છે તેના વાંચનથી અને ભણવાથી મને જે લાભ થાય છે તેથી હું અને ભવ્ય જનેને સમુદાય ધર્મના સાધક થઈએ. દુઓને નાશ કરનાર જ્ઞાન અને આનન્દના વિલાસથી પરિપૂર્ણ તથા સર્વ સંપત્તિની વૃદ્ધિ કરનાર જિનરાજનું શાસન જયવંતુ થાઓ. मंगलं भगवान् वीरो मंगलं गौतमप्रभुः। मंगलं स्थूलभद्राधा जैनधर्मोस्तु मंगलम् / ભગવાન મહાવીર મંગલરૂપ થાઓ, ગૌતમ સ્વામી મંગલરૂપ થાઓ, સ્થૂલભદ્ર આદિ મુનિએ મંગલરૂપ થાઓ અને જૈનધર્મ મંગલરૂપ થાઓ. જ્ઞાનસાર સંપૂર્ણ