________________ પ્રશસ્તિ કલિકાળરૂપ પંકમાં ખેંચી ગયેલા લોકોને બહાર કાઢવામાં ધીર અને નવીન સૂર્યના કિરણ સમાન પ્રતાપવાળા શ્રી જિનચન્દ્રસૂરિ થયા. જેના નિર્મળ ગુણની સંખ્યા ઇન્દ્રો વડે કરી શકાતી નથી. તેમના શિષ્ય પુણ્યપ્રધાન પાઠક અને તેમના શિષ્ય વિદ્યામાં કુશળ એવા સુમતિસાગર થયા. તેમના શિષ્ય ઉપાધ્યાય સાધુરંગ અને તેમના શિષ્ય રાજસાર ઉપાધ્યાય થયા, જેઓ સર્વ દર્શનના અર્થના રહસ્યને ઉપદેશ કરવામાં તત્પર હતા. તેમના શિષ્ય પરમ ઉત્તમ જ્ઞાનધર્મ પાઠક થયાતેઓ જૈન આગમના રહસ્ય શિખવનારા અને ગુણમાં અગ્રણી હતા. તેઓના શિષ્ય દીપચન્દ્ર ઉપાધ્યાય થયા. તેઓ શિષ્યવર્ગ સહિત મહાપુણ્ય કાર્યો કરવામાં તત્પર હતા. જેમણે શત્રુંજય તીર્થ ઉપર કુન્થનાથની તથા સમવસરણના ચૈત્યની ઉત્તમ પ્રતિષ્ઠા કરી હતી. જેમણે સિદ્ધાચલ ગિરિ ઉપર સમજીએ કરેલા ચૌમુખજીના મંદિરની તથા બીજા અનેક બિઓની પ્રતિષ્ઠા કરી હતી. જેમણે અમદાવાદમાં ધમની વૃદ્ધિ માટે સહસ્ત્રફણા પાર્શ્વનાથ આદિ અનેક બિઓની તથા ચૈત્યની પ્રતિષ્ઠા કરી હતી. તેમના શિષ્ય વિદ્વાન દેવચક્કે પિતાને બંધ થવા માટે સરલ અને શુદ્ધ એવી તત્ત્વધિની ટકા રચી છે.