________________ સાનસાર 481 તહીં ભમતા દીન અને અશરણ જાણીને કહ્યું કે હે ભદ્ર! આનન્દના કન્વરૂપ મેક્ષનગરને માર્ગ કહું છું તે સાંભળ. જ્યાં તત્ત્વામૃતથી ભરેલાં સશાસ્રરૂપ સરવરે છે, આચાર્ય, ઉપાધ્યાય અને નિગ્રંથ આદિ નગરજને છે, સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાનના ઉપયોગ વડે નિર્ધારિત ચાલવાના માર્ગો છે, જ્યાં ક્ષમા આદિ યતિધર્મ અને સમ્યકત્વાદિ ગુણસ્થાનક વિશ્રાંતિનાં સ્થાનકે છે, જ્યાં સ્વાધ્યાયરૂપ સંગીતના સમૂહથી મનહર માર્ગની રચના છે, જ્યાં પરિશ્રમ સિવાય તત્વને અનુભવ અને તત્વમાં એકતારૂપ માર્ગનું ઉલ્લંઘન કરવાના ઉપાય છે, જ્યાં યમ-નિયમ આદિ અષ્ટાંગ ગરૂપ વાહને છે, જ્યાં શ્રીમદ્ અહંતમહારાજની રાજનીતિથી કુટિલતારૂપ તસ્કરે વશ થયેલા છે, જ્યાં ચારિત્રાચારમાં પ્રવીણ સામાયિકાદિ સંયમના સ્થાનરૂપ સંનિવેશ (રહેવાના સ્થળે) છે, જ્યાં શ્રદ્ધા અને જ્ઞાનવડે નિર્ધારિત મુક્તિરૂપ નગરે જવાને અડચણ વગરને રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ છે, તે માગે તું પ્રવૃત્ત થા. જેથી આઠ કર્મરૂપ શત્રુસમૂહને ક્ષય કરી નિર્મળ આનન્દ વડે શુદ્ધ, અવ્યાબાધ (દુઃખ રહિત) સંસારમાં ફરી આવવું ન પડે એવા, પૂજ્ય, અનન્ત જ્ઞાન-દર્શનથી પરિપૂર્ણ, પરમ અવ્યય (નાશ રહિત), અમૂર્ત, પરભાવના સંગરહિત, રેગરહિત એવા નિવણ નગરને વગર અડચણે દેખીશ. એ પ્રમાણે ગુરુને ઉપદેશ સાંભળીને તે ભવ્ય જીવે તે માગે ગ્રહણ કર્યો. તેથી ગુરુએ પણ માતા સમાન યથાર્થ ઉપદેશરૂપ, શુદ્ધ અનુભવના આસ્વાદરૂપ અત્યન્ત