________________ 400 ઉપસંહાર આ શાસ્ત્રમાં ભાવન્મ સમૂહરૂપ પવિત્ર કામધેનુના છાણના રસથી લીંપેલી અને સમતારૂપ પાણી વડે ચા તરફ છાંટેલી ભૂમિ છે, માર્ગમાં વિવેકરૂપ ફુલની માળા સ્થાપેલી છે, અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલ કામકુંભ આગળ મૂક્યો છે. એમ સચ્ચિદાનન્દ પૂર્ણ બ્રહ્મસ્વરૂપ શુદ્ધ આત્મા બત્રીશ અધિકારે (સર્વ જીવ) અપ્રમાદ નગરમાં પ્રવેશ કરે છે ત્યારે તેણે પોતાનું જ મંગલ કર્યું છે. સચ્ચિદાનન્દ પૂર્ણ આત્મા જ્યારે શુદ્ધ આત્મજ્ઞાનરૂપ નગરમાં પ્રવેશ કરે છે ત્યારે તેણે પિતાનું જ મંગલ કર્યું છે એ વાક્યને સંબન્ધ છે. અનાદિ સંસારમાં પરિભ્રમણ કરવાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગરૂપ ચાર હેતુઓ વડે ઉપચયને પ્રાપ્ત થયેલા જ્ઞાનાવરણાદિ કર્મથી જેના અનન્ત પર્યાય ઢંકાયેલા છે એવા જીવને આત્મસાધનની પ્રાપ્તિ થઈ નથી; તેથી વિષમ રોગ શેકાધિરૂપ કાંટાથી ભરેલી, અન્તરાય કર્મના ઉદયથી આહારાદિની પ્રાપ્તિ નહિ થવાને લીધે અરતિના તાપ વડે તપેલી, હજારે મહા સંકટેરૂપ સિંહ અને વાઘથી વ્યાસ, કુદર્શનરૂપ લુંટારાની ધાડના હુંકારાની ગજેના વડે ભયંકર, કુદેવરૂપ વેતાલના ત્રાસયુક્ત, ઈન્દ્રિયોના વિષયેમાં સુખબુદ્ધિરૂપ મૃગજળના જેવી બ્રાન્તિનું સ્થાન, સ્ત્રીના વિલાસાદિરૂપ વિષવૃક્ષની છાયાવાળી, સંસારરૂપ મહા અટવીમાં ધનાદિની તૃષ્ણાથી ચપલ નેત્રવાળા, તેને પ્રાપ્ત કરવા વગેરેની યોજનામાં દિમૂઢ થયેલા, પરિભ્રમણ કરતાં જીવને જગતને ઉપકાર કરવામાં તત્પર એવા વિદ્યાધરરૂપ ઉત્તમ ગુરુને સંગ થય. ગુરુએ પણ તેને માર્ગ ભૂલેલા, અહીં