________________ જ્ઞાનસાર 475 ક , ' + +" 1 અતિશય જ છે, તે કારણથી ગની સિદ્ધિને માટે કેવળ જ્ઞાનનયને વિષે દષ્ટિ દેવી. - સંપૂર્ણ વિરતિ કે સ્વરૂપમાં રમણ કરવારૂપ ચારિત્ર તે નિશ્ચયથી જ્ઞાનને જ ઉત્કર્ષ છે એમ જાણવું, જ્ઞાનની ઉત્કૃષ્ટ અવસ્થા કે જ્ઞાનમાં એકતા તે ચારિત્ર છે. આત્માની મૂળ વ્યાખ્યામાં જ્ઞાન અને દર્શન એ બે ગુણસ્વરૂપ આત્મા છે. કારણ કે શ્રીવિશેષાવશ્યક તથા ઉવવાઈસૂત્રમાં “ગરીરા નીવવા વવત્તા નાઇટુંલઇશુટિં”—શરીરરહિત, જીવપ્રદેશના ઘનરૂપ અને જ્ઞાનદર્શન વડે ઉપયોગવાળા સિદ્ધો છે–એમ કહ્યું છે, તેથી જ્ઞાનમાં સ્થિરતા એ ચારિત્ર છે, જ્ઞાનને આનન્દ તે સુખ છે, “જ્ઞાનના પ્રકર્ષને બાધ ન થવે તે સુખ છે એમ ભાગમાં કહ્યું છે. જ્ઞાનને આસ્વાદ લે તે ભેગ છે એમ ભાવના કરવી. વિશેષાવશ્યકમાં ગુણોની જુદી ભાવના પણ કહી છે, જેથી જ્ઞાનથી ચારિત્ર અને દાનાદિ ગુણે જુદા માને છે ઈત્યાદિ. તેથી ઉપયોગમય આત્મામાં જ્ઞાન મુખ્યપણે કહ્યું છે, તેથી કેવળ જ્ઞાનનયે જ્ઞાન જ આત્મા છે, જ્ઞાન જ સાધ્ય છે, આવરણ રહિત જ્ઞાન એ જ સિદ્ધિ છે-એમ જ્ઞાનયોગની સિદ્ધિને માટે કેવળ જ્ઞાનનયમાં દષ્ટિ રાખવી યોગ્ય છે માટે જ્ઞાનપૂર્વક કિયા હિતકારી છે. તેથી સ્પર્શજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખૂબ અભ્યાસ કરવા યોગ્ય છે એ તાત્પર્ય છે. જ્ઞાનનો ત્યાગ કરવાથી સિદ્ધિ થતી નથી. બધેય સાધનમાં જ્ઞાન જ પ્રધાન છે. માટે જ્ઞાનના અથી થવું યોગ્ય છે. શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે જ્ઞાનસાર નામે શાસ્ત્ર