________________ જ્ઞાનસાર 13 વતી રાજાઓ પણ બીજા કરતા પોતાનામાં ન્યૂનતા-અપૂર્ણતા જેવાના સ્વભાવવાળા છે. કારણ કે પૌગલિક સંપત્તિમાં રક્ત થએલાને ચિન્તામણિની અનન્ત કટિ પ્રાપ્ત થવા છતાં પણ તૃપ્તિ થતી નથી. કેમકે તૃણું અનન્તગુણી છે, અને તેની પૂર્ણતા નહિ થતી હોવાથી તેઓ પોતાની અપૂર ર્ણતાને જ જુએ છે. માટે તૃષ્ણા વિભાવ હોવાથી તેના ત્યાગમાં જ સુખ છે. અહીં સ્વશબ્દ આત્મવાચક છે. આત્મામાં આત્મપણાની બુદ્ધિથી ઉત્પન્ન થયેલા, આત્મસ્વભાવને નિશ્ચય, જ્ઞાન અને સ્વરૂપદમણના અનુભવરૂપ સુખથી પૂર્ણ થયેલા જ્ઞાનીને ઈન્દ્રથી પણ ન્યૂનતા નથી. કારણ કે તસ્વરસિક પુરુષે શુભાધ્યવસાય વડે બાંધેલા પુણ્યના વિપાકને ભેગવનારા અને આત્મગુણના અનુભવ વડે શૂન્ય એવા ઇન્દ્રાદિનું દીનપણું જ જુએ છે. સ્વરૂપ સુખને લેશ પણ જીવનનું પરમ અમૃત છે અને પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલું કેટગણું સુખ પણ પોતાના ગુણના આવરણરૂપ હોવાથી મહાદુઃખરૂપ છે. અહાહા !! કર્મના બન્ધ અને સત્તાથી પણ ઉદયકાળ ભયંકર છે, જેથી આત્મગુણ અવ. રાય છે. માટે સ્વરૂપ સુખમાં રુચિ કરવા ચોગ્ય છે. कृष्णे पक्षे परिक्षीणे शुक्ले च समुदश्चति / द्योतन्ते सकलाध्यक्षाः पूर्णानन्दविधोः कलाः // 8 // ને પક્ષે રિલી=(સતિ સપ્તમી) જ્યારે કૃષ્ણપક્ષનો ક્ષય થાય છે ત્યારે. શુ જ સમુદ્રથતિ શુકલપક્ષને ઉદય થાય છે ત્યારે. ઘોતિન્તઃ પ્રકાશમાન થાય છે. સર્ચ ચક્ષા સર્વને પ્રત્યક્ષ. પૂનત્ત્વવિઘો =પૂર્ણનન્દરૂપ ચન્દ્રની. વા=અંશ, ચૈતન્ય પર્યાય.