________________ જ્ઞાનસાર અનુભવ કરે છે તેથી અનુભવાષ્ટક કહ્યું છે. જે સ્વરૂપને અનુભવ કરે છે તે જ યોગ-ધ્યાન અને સમાધિવાળો ગી છે, જે યોગી છે તે જ નિશ્ચયથી કર્મયજ્ઞને કર્તા છે, તેથી યેગાષ્ટક અને નિયાગાષ્ટક કહ્યું છે. જે નિયાગને કરે છે તે ભાવપૂજા, ધ્યેયની સાથે એકતારૂપ ધ્યાન અને તપની ભૂમિ (આશ્રય) થાય છે. તેથી તેનું સ્વરૂપ બતાવનાર અનુક્રમે ત્રણ અષ્ટક કહ્યાં છે. ત્યારબાદ સર્વ નયનો આશ્રય કરવારૂપ બત્રીશમું અષ્ટક કહ્યું છે. એમ કારણકાર્ય પૂર્વક બત્રીશ અધિકારરૂપ પાટીયાં સહિત જ્ઞાનસાર નામે વહાણ ઉપર ચઢીને મિથ્યાજ્ઞાનરૂપ આવત વડે ભયંકર, મિથ્યા તેમાં એકતારૂપે જળ વડે ગંભીર એવા અસંયમરૂપ સમુદ્રને ઓળંગી સમ્યગદશનરૂપ પિળે વડે સુશોભિત, સમ્યજ્ઞાનરૂપ નિધાન સહિત, સમ્યફચારિત્રના આનન્દના આસ્વાદ વડે મનોહર, અસંખ્યાતા પ્રદેશે સ્વસંવેદ્ય તત્વના અનુભવરૂપ સંપત્તિયુક્ત, જિનપ્રવચનરૂપ કિલ્લા અને ઉત્સર્ગ તથા અપવાદરૂપ ખાઈ સહિત, નય અને નિક્ષેપરૂપ અનેક ગુણના સમૂહરૂપ સ્થાદુવાદરૂપ નગરને ભવ્ય જ પ્રાપ્ત કરે છે. એમ શ્રીયશવિજય ઉપાધ્યાય જ્ઞાનસારના ફળને ઉપદેશ કરનાર ગ્રન્થના મુકુટરૂપ છેલો અધિકાર કહે છે - स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् / मुनिर्महोदयं ज्ञानसारं समधिगच्छति // 2 // 1 =અષ્ટવડે. ઘ=પષ્ટ નિક્રિાં=નિશ્ચિત કરેલા. તરવં= તત્ત્વને પ્રતિપન્નવાન=પ્રાપ્ત થયેલા. મુનિ =સાધુ. મયં=જેથી મહાન