________________ શાસક-શાસ્ત્રમાં દષ્ટિ જેની છે એવો અને તેથી જ નિષ્પરિગ્રહ–પરિગ્રહરહિત હોય. જે આત્મિક સમૃદ્ધિથી પૂર્ણ છે તે વિચિત્ર કર્મના ઉદયમાં તેના વિપાકનો જ્ઞાતા અને તેને વિચાર કરનાર હોય છે. તેથી કર્મવિપાકાષ્ટક કહ્યું છે. જે કર્મના વિપાકને વિચાર કરે છે તે સંસારથી ઉદ્વિગ્ન થાય છે, માટે ભોહેગાષ્ટક કહ્યું છે. જે સંસારથી ઉદ્વિગ્ન છે તે લેક સંજ્ઞાને ત્યાગ કરે છે, તેથી લોકસંજ્ઞાત્યાગાષ્ટક કહ્યું છે. લેકસશાના ત્યાગથી તે શાસ્ત્રમાં જ દષ્ટિવાળા અને નિષ્પરિગ્રહ-પરિગ્રહ રહિત થાય છે, તેથી ત્યારબાદ શાસ્ત્ર અષ્ટક અને પરિગ્રહાષ્ટક કહ્યું છે. शुद्धानुभववान् योगी नियागप्रतिपत्तिमान् / भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः // 4 // તેથી સિદ્ધ નિષ્પરિગ્રહ ગુણે કરીને 26 શુદ્ધ અનુભવવાળે, એ હેતુથી જ 27 ભાવયોગ સંપન્ન, તેથી 28 નિયાગપ્રતિપત્તિમાન-મોક્ષને પ્રાપ્ત કરનાર, 29 ભાવપૂજાની ભૂમિ, 30 દયાનની ભૂમિ, તથા 31 શુદ્ધ તપની ભૂમિરૂપ અને સર્વ વિશુદ્ધિ દ્વારા ૩ર સર્વ નયને આશ્રય કરનારે હોય. જે પરિગ્રહ રહિત છે તે જ શુદ્ધ આત્મતત્ત્વને 1. શુદ્વાનુમવાનું =શુદ્ધ અનુભવવાળો. ગોળ =ભાવયોગવાળો. નિયા પ્રતિપત્તિમાન=મોક્ષને પ્રાપ્ત થનાર. માવાગ્યાનતા=ભાવપૂજા, ધ્યાન અને તપની. ભૂમિ =આશ્રય. સર્વનાશ સર્વ નયનો જેણે આશ્રય કર્યો છે એવો હોય.