________________ પ્ર સ્તા 1 ના આ જ્ઞાનસારના કર્તા ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી છે. જેમ મહાપુરુષ સંબધે તેમના પ્રામાણિક ઈતિહાસના અભાવે સત્ય, અર્ધ સત્ય અને અસત્ય અનેક જાતની કિંવદન્તીઓ પ્રચલિત થાય છે તેમ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી સંબધે સાચી બેટી અનેક કિંવદંતીઓ પ્રચલિત થઈ હતી. પરંતુ જ્યારથી તેઓશ્રીના સમકાલીન શ્રીકાતિવિજય ગણિએ રચેલે સુજસવેલીભાસ મળી આવ્યા તે ઉપરથી તેમના જીવન સંબધે થેડી પણ વિશ્વસનીય હકીકત જાણવામાં આવી છે. તે 'ભાસને અનુસરી અહીં તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કલેલ પાસે કનડું નામે ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી રહેતું હતું, તેને સૌભાગ્યદેવી નામે પત્ની હતી. તેને જસવંત અને પદ્ધસિંહ નામના બે પુત્રો હતા. જ્યારે પંડિત નયવિજયજી કુણેગર ગામમાં ચાતુર્માસ કરી વિ. સં. ૧૬૮૮માં કનડે આવ્યા ત્યારે માતાની સાથે જસવંતકુમાર સાધુને વન્દન કરવા ગયા, અને ગુરુના ઉપદેશથી વૈરાગ્ય પામી પાટણ જઈને વિ. સં. 1688 માં દીક્ષા લીધી અને સાથે પાસિંહે પણ તે પ્રસંગથી પ્રેરિત થઈને દીક્ષા લીધી. જસવંતભારનું યશેવિજય અને પદ્મસિંહનું પદ્મવિજય નામ રાખ્યું. તેમની વડી દીક્ષા પણ તે જ સાલમાં વિજયદેવસૂરિના હાથે થઇ. તેઓ બંનેએ 1 શ્રી મોહનલાલ દેશાઈ સંપાદિત સુજસવેલી ભાસમાંથી આ જીવનચરિત્ર લેવામાં આવ્યું છે.