________________ નિવેદન આ પ્રતને ઉતારે કરવામાં આવ્યો છે. તે એક પ્રતિ ઉપરથી ભાષાર્થનું સંપાદન કરવામાં આવ્યું છે. તેમાં પણ ભાષાર્થના શબ્દો કાયમ રાખી તેને અયના ક્રમથી મૂક્યા છે અને જ્યાં ન સમજાય ત્યાં જ સરળતાથી સમજવા માટે ભાષાર્થના ભાવને કાયમ રાખી છેડા શબ્દોને ફેરફાર કરે પડે છે. જ્ઞાનમંજરી ટીકાને અનુવાદ કરવામાં અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકાશિત થયેલ શ્રીમદ્ દેવચંદ્ર ભાગ પહેલામાં મુદ્રિત થયેલ જ્ઞાનાંજરી ટીકાને ઉપયોગ કર્યો છે. પણ તે પુસ્તક ઘણું અશુદ્ધ છપાયેલું હોવાથી અને કેટલાક પાઠે રહી ગયેલા હોવાથી અનુવાદ કરવામાં ઘણી મુશ્કેલી નડી હતી. ત્યારબાદ ભાવનગરના સંઘના ભંડારની જ્ઞાનમંજરી ટોકાની પ્રત શેઠ શ્રી કુંવરજીભાઈ આણંદજી તરફથી મળી. પરતુ તે પ્રતિ પણ અશુદ્ધ અને તેના અક્ષરે ભુંસાઈ ગએલા હતા, છતાં અનુવાદ કરવામાં તેની કીમતી મદદ મળી છે. તદુપરાંત જ્ઞાનસારના સંસ્કૃત શ્લોકોને શબ્દશઃ અર્થ પણ નીચે ટિપ્પણમાં આપવામાં આવ્યો છે. અનુવાદ કરવામાં અને તેના સંશોધનમાં ઘણું કાળજી રાખવામાં આવી છે. અન્ય ગ્રન્થના જે આધારભૂત પાઠ જે જે ગ્રન્થોમાંથી મળી શક્યા તે તે ગ્રન્થોના પાઠ સાથે મેળવી શુદ્ધ કરીને મૂક્યા છે, છતાં મતિમન્દતાને કારણે, દષ્ટિદેષથી કે અક્ષરજકના પ્રમાદથી ભૂલ રહી ગઈ હોય તેને સુધારી લેવા સુજ્ઞ વાચકોને વિનંતિ છે. -અનુવાદક