________________ નિ વે દ ન જ્ઞાનસાર એ જ્ઞાનના સારએટલે નવનીતરૂપ છે. તેનું જેમ જેમ વાંચન અને મનન કરવામાં આવે તેમ તેમ નવીનતા જણાય છે. ઉત્તમ ગ્રન્થોનું લક્ષણ એ છે કે જેમ જેમ તેનું વધારે પરિશીલન થાય તેમ તેમ તેથી નવીન ભાવની પુરણ થાય છે. તે જ કેટિન આ જ્ઞાનસાર ગ્રન્થ છે. તેથી તેના સંપાદનમાં મને તે ખૂબ રસ પડે છે. જ્ઞાનસારની રચના ન્યાયાચાર્ય શ્રીમદ્ યશવિજય ઉપાધ્યાયે કરી છે અને તેના ઉપર તેમણે પિતે જ ભાષાર્થ (બાલાવબેધ) લખ્યો છે. તે સંક્ષિણ છે, તે પણ તેમાં જ્ઞાનસારના ભાવને વિશદ (સ્પષ્ટ) કર્યો છે. તે સિવાય શ્રીમદ્ દેવચંદ્રજીએ જ્ઞાનસાર ઉપર જ્ઞાનમંજરી નામની ટીકા કરી છે. તેમાં તેમણે પ્રસંગે પ્રસંગે અનેક શાસ્ત્રીય બાબતેનું વિવેચન કર્યું છે, એટલું જ નહિ પરંતુ અનેક પ્રસંગે અનેક શાસ્ત્રના ઉતારા આપી જ્ઞાનસારના રસની પુષ્ટિ કરી છે. “સ્થા માણસેવા સો નિ:વઃ પુનઃ” અધ્યાત્મરસની ઉપાસનામાં અમર્યાદિત રસને અનુભવ થાય છે અને જ્ઞાનસારના વાંચન અને મનનથી તેની સહજ પ્રતીતિ થાય છે. જ્ઞાનસાર સાથે ભાવાર્થ અને જ્ઞાનમંજરીને અનુવાદ આપવાથી ગ્રન્થની ઉપગિતામાં ઘણું વધારો થયો છે. ભાષાર્થના સંપાદનમાં તેની એક પ્રતિ શાંતિસાગરના ભંડારની મળી હતી તે સંવત 1949 ની સાલમાં કચ્છના કોડાય ગામમાં લખેલી તદ્દન નવીન પ્રતિ હતી. તેને અને જણાવ્યું હતું કે “સંવત 1768 ના વર્ષે ચિત્ર શુદિ 15 ગુરૂવારે પં. શ્રી વિજય ગણીના શિષ્ય પં. શ્રી જિતવિજય ગણિના ચિ પં. શ્રી સૌભાગ્યવિજય ગણુએ પોતાના ગુરુ ભાઈ રૂપાવજયને વાંચવા માટે લખી હતી. તેના ઉપરથી