________________ જ્ઞાનસાર अपूर्णः पूर्णतामेति पूर्यमाणस्तु हीयते। पूर्णानन्दस्वभावोऽयं जगदद्भुतदायकः // 6 // ત્યાગના ભાવથી ધનધાન્યાદિ પુદ્ગલ વડે અપૂર્ણ છતાં આત્મા (આત્મગુણવડે) પૂર્ણતાને પામે છે અને ધનધાન્યાદિ પુદગલવડે પૂર્ણ થતે આત્મા (જ્ઞાનાદિ ગુણની) હાનિ પામે છે. પુદ્ગલના નહિ ગ્રહણ કરવાથી જ્ઞાનાદિની પૂર્ણતા અને પુદ્ગલના ઉપચયથી જ્ઞાનાદિ ગુણની હાનિ એ પ્રસિદ્ધ જ છે. આ પૂર્ણાનન્દ શુદ્ધ આત્માનો સ્વભાવ જગતને આશ્ચર્ય કરનાર છે. લૌકિક ભંડાર પ્રમુખ અપૂર્ણ હોય તો એ પૂરતો નથી, પૂર્ણ હોય તે હાનિ પામતો નથી, અને આત્માને સ્વભાવ તેથી વિપરીત છે માટે આશ્ચર્યકર છે. ત્યાગની પરિણતિથી સકલ પુદ્ગલેના ત્યાગની રૂચિવાળે જે પુદ્ગલે વડે અપૂર્ણ છે તે આત્માનું જ્ઞાનાદિ ગુણે વડે પૂર્ણતાને પામે છે, અને પુદ્ગલે વડે પૂર્ણ થતા આત્માનંદથી રહિત થાય છે, આ અનુભવગોચર પૂર્ણનન્દ આત્માને સ્વભાવ જગતને આશ્ચર્ય કરનાર છે. પૂર્ણનન્દ સ્વભાવની આ અદ્ભુતતા છે કે પરવસ્તુના સંગને ત્યાગ કરવાથી તેની વૃદ્ધિ થાય છે અને પરભાવની પૂર્ણતામાં હાનિ થાય છે. ભાવાર્થ આ છે– 1 સપૂર્ણ =ધનધાન્યાદિ પરિગ્રહ રહિત પૂર્ણતાં જ્ઞાનાદિની પૂર્ણતાને. તિ પામે છે. પૂર્યમાળ: ધનધાન્યાદિ પરિગ્રહથી પૂરત. ફ્રી હાનિ પામે છે. પૂનિન્દવમાંવ ==આનંદથી પરિપૂર્ણ આત્માનો સ્વભાવ. સમયે આ. કવિશ્રુતા=જગતને આશ્ચર્ય કરનાર,