________________ પૂર્ણાષ્ટક છે, કેમકે તેની પૂર્ણતા મેલથી ઉત્પન્ન થયેલી છે, તે શું જલપૂર્ણ ઘટની અવસ્થાને પ્રાપ્ત કરે? ન જ કરે, તેમ પિતાના અનન્ત જ્ઞાનાદિ સ્વરૂપ વડે શૂન્ય આત્માની પૂણતા કમની ઉપાધિથી થયેલી છે તેને શું તત્વના આસ્વાદ વડે પૂર્ણતાને પ્રાપ્ત થયેલા જ્ઞાની પુરુષે પૂણતા સ્વરૂપે સ્વીકારે? અર્થાત્ ન જ સ્વીકારે. એમ જાણીને તેની ઉપેક્ષા કરવી. આ જ હેતુથી અનાદિ કાળથી સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા આત્માને પર વસ્તુની ઉપાધિથી થયેલી પૂર્ણતા છે, કારણ કે પરવસ્તુમાં અભેદ પરિણતિથી તન્મયપણે પ્રવૃત્તિ કરે છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની ભેદરૂપ પૂર્ણતા સ્વાભાવિક છતાં નવીન અભ્યાસથી સવિકલ્પરૂપ હોય છે, કારણ કે તેને ક્ષય થાય છે. અને રત્નત્રયના અભેદ રૂપ પરિણામથી પરિણત થયેલા આત્માની સ્વાભાવિક પૂર્ણતા નિર્વિકલ્પ હોય છે, સવિકલ્પ પૂર્ણતાનું સાધ્ય નિર્વિકલ્પ પૂર્ણતા હેવાથી તે માટે તત્વની સાધનામાં રસિક થવું એ ઉપદેશ છે. શુદ્ધ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક સ્વભાવમાં રમણ કરવાને અનુકૂલ વયની પ્રવૃત્તિવાળા પંડિતેની પૂણુનન્દરૂપ સુધા-અમૃત વડે નિગ્ધ-આદ્ર થયેલી આ દષ્ટિ છે. અર્થાત્ સ્વાભાવિક સ્વરૂપ વડે પૂર્ણ અને આત્માના આત્યંતિક (શાશ્વત), એકાતિક નિદ્ધ%-બાધારહિત આનન્દ વડે સ્નિગ્ધ દષ્ટિ તત્ત્વજ્ઞાનીની હોય છે. આત્મજ્ઞાની સ્વરૂપાનન્દની પૂર્ણતાને જ પૂર્ણતા રૂપે માને છે. ત્યાં પૌગલિક પૂર્ણતાને સંકલ્પ જ નથી. કારણ કે તેઓએ તેને ઉપાધિરૂપે નિર્ધાર કરેલ છે.