________________ nanininn 48. સર્વનાવાયણાષ્ટક “પિતાનર્પિત”િ (. 2 ફૂ. 32) એ સૂત્રના વ્યાખ્યાનમાં કહ્યું છે. સર્વને તે સર્વ વસ્તુ એક સમયે જણાય છે. તેથી વસ્તુધર્મમાં ગૌણ અને મુખ્યતાનું જ્ઞાન હેતું નથી, પણ વચનની પ્રવૃત્તિ ક્રમથી થતી હોવાથી અને તેની પરિમિત શક્તિ હેવાને લીધે ગૌણુ અને મુખ્યપણું હોય છે, પણ રાગ-દ્વેષની પરિણતિથી નથી. બન્ધનું કારણ રાગદ્વેષને પરિણામ છે. તેથી યથાર્થ બંધ થવા માટે નયસ્વરૂપે વસ્તુનું વિવેચન હિતકારી છે, પણ તેમાં રાગ-દ્વેષ હિતકર નથી. માટે જ્ઞાનમાં સમભાવ એ જ ચારિત્ર છે. તે માટે નનું સ્વરૂપ બતાવે છે– બધા નો પિતપોતાના પક્ષને સ્થાપન કરતા છતાં પણ શુદ્ધ આત્મધર્મમાં સ્થિર હોય છે. તેથી ચારિત્રગુણમાં લીન થયેલા મુનિ સર્વ નયને આશ્રય કરે છે. અર્થાત કર્મના ચય-સમૂહને રિક્ત–ખાલી કરે તે ચારિત્ર, તેમાં લીન-આસક્ત થયેલા અને વૃદ્ધિ પામતા ચારિત્રપર્યાયવાળા મુનિ મધ્યસ્થભાવે સર્વ નયને આશ્રય કરનારા હોય છે. એટલે કારણને ગ્રહણ કરનાર દ્રવ્યાથિકનયમાં, કાર્યને ગ્રહણ કરનાર પર્યાયાર્થિકનયમાં, સાધનમાં ઉદ્યમ કરવારૂપ ક્રિયાનમાં અને આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ જ્ઞાનનયમાં લીન થયેલા હોય છે. ભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છે કે - 1 અર્પિત–એક અપેક્ષાએ અને તેથી બીજી અપેક્ષાએ પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા વસ્તુસ્વરૂપની સિદ્ધિ થાય છે. અથવા વિવક્ષાને લીધે ધાન અને અપ્રધાનભાવે વસ્તુને વ્યવહાર થાય છે.