________________ જ્ઞાનસાર “આત્માથી ઉત્પન્ન થયેલે ધર્મ છે અને તે આત્માનું સ્વરૂપ દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકતારૂપ જીવને પરિણામ છે.” ' હે ભવ્ય ! અમે તારા હિતને માટે કહીએ છીએસર્વ આગમમાં આત્માની શુદ્ધ પરિણતિને જ ધર્મ કહે છે. બાહ્ય આચરણ તે ઉપાદાનને પ્રગટ કરવાનું કારણ હેવાથી સાધક તેને અભ્યાસ કરે છે, તે પણ શ્રદ્ધાવતે તે ધર્મના નિમિત્તરૂપે ગ્રહણ કરવા ગ્ય છે. પિતાના આત્મક્ષેત્રમાં વ્યાપકરૂપે રહેલ અનન્ત પર્યાયરૂપ ધર્મ છે, એ ઉત્તરાધ્યયન-આવશ્યક આદિ સર્વ સિદ્ધાન્તને આશય છે. તે ધર્મ રાગ-દ્વેષ રહિત સમભાવની પરિણતિવાળા જીને પ્રાપ્ત થાય છે. તે રાગ-દ્વેષને અભાવ સર્વ જીવમાં અને સર્વ પુદ્ગલેમાં સમભાવ કરીને કારણરૂપ અને કાર્યરૂપ, વિવિધ પરિણામવાળા આત્મિક જ્ઞાનાદિ ગુણેમાં ગૌણ અને મુખ્યતારૂપ પરિણામને ત્યાગ કરવારૂપ સમભાવ સાધવા ગ્ય છે. પહેલાં મિથ્યાત્વના ઉદયથી મુખ્ય-પિતાને ઈષ્ટ વસ્તુધર્મમાં મુખ્યપણાના બોધપૂર્વક એકાન્તવાદ (કદાગ્રહ) હતા. તે સમ્યગ્દર્શન વડે કારણ-કાર્યરૂપે આ મુખ્ય છે અને આ ગૌણ છે એ બોધ થાય છે. જો કે અનન્ત પર્યાયરૂપ કેવળ વસ્તુમાં કોઈ પણ સ્વપર્યાયનું ગૌણ કે મુખ્યપણું નથી, પરંતુ ક્ષાપથમિક જ્ઞાનવડે સર્વ ધર્મોને એક સમયે બંધ થઈ શક્તા નથી, કારણ કે તેથી અસંખ્યાતા સમયે વસ્તુના એક અંશને બેધમાત્ર થાય છે, તેથી જ્ઞાન ગૌણુ અને મુખ્યતારૂપે પ્રવર્તે છે. તત્ત્વાર્થમાં