________________ જ્ઞાનસાર - 30 ध्यानाष्टक ध्याता ध्येयं तथा ध्यानं त्रयं यस्यैकतां गतम् / मुनेरनन्यचित्तस्य तस्य दुःखं न विद्यते // 1 // થાતા-ધ્યાન કરનાર, દય-ધ્યાન કરવા યોગ્ય અને ધ્યાન એ ત્રણે જેને એકતાને પ્રાપ્ત થયેલ છે એટલે ધ્યાનાવસ્થામાં સ્વસ્વરૂપને પામેલ છે, જેનું અન્ય સ્થળે ચિત્ત નથી એવા મુનિને દુઃખ હેતું નથી, હવે ધ્યાનાષ્ટકની વ્યાખ્યા કરવામાં આવે છે. નિર્યું ક્તિમાં ધ્યાનનું લક્ષણ આ પ્રમાણે છે - "अंतोमुत्तमित्त चित्तावत्थाणमेगवत्थुम्मि / छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु"॥ ધ્યાનરાત આ૦ 2. “એક વસ્તુમાં અન્તમુહૂર્ત સુધી ચિત્તની સ્થિતિરૂપ ધ્યાન છદ્મસ્થને હેાય છે અને જિનેને યેગના નિષેધ કરવારૂપ ધ્યાન હોય છે. તેના નામાદિ નિક્ષેપે સ્વયં જાણવા. તેમાં ધ્યાનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કહે છે - ધ્યાતા, દયેય અને ધ્યાન એ ત્રણે જેને એકતાને પ્રાપ્ત થયેલાં છે, તથા તરૂપચેતનામય, અરિહંત અને આત્માનું સ્વરૂપ સમાનપણે જેણે જાણેલું છે એવા મુનિને 1 ચ=જેને. ચાતા–ધ્યાન કરનાર. ચેયં ધ્યાન કરવા યોગ્ય. તથા=અને. ધ્યાનંaધ્યાન. ત્રએ ત્રણ પ્રવક્તાં એકપણાને. તં=પ્રાપ્ત થયેલ છે. સન =જેનું ચિત્ત અન્ય સ્થળે નથી એવા ત મુeતે મુનિને સુસં દુખ. વિચ=હેતું નથી.