________________ પૂજાપક द्रव्यपूजोचिता भेदोपासना गृहमेधिनाम् / भावपूजा तु साधूनामभेदोपासनात्मिका // 8 // ગૃહસ્થને ભેદ વડે ઉપાસના-સેવા કરવારૂપ દ્રવ્યપૂજા ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને યોગ્ય છે. જો કે ગૃહસ્થને ભાવનોપનીત માનસ નામે ભાવપૂજા હોય છે, તે પણ કાયિકી [ભાવપૂજા] તે ચારિત્રવંતને જ હોય એ વિશેષતા જાણવી. પિતાના આત્માથી ભિન્ન જ્ઞાનાનન્દના વિલાસી અરિહંત પરમાત્માની નિમિત્તના આલંબનરૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થાને ગ્ય છે, અને પરમાત્મા સાથે પોતાના આત્માના અભેદરૂપ ભાવપૂજા સાધુઓને ઉચિત છે. જો કે ગુણના સ્મરણ અને બહુમાનના ઉપગરૂપ સવિકપ ભાવપૂજા ગૃહસ્થાને હોય છે તે પણ નિર્વિકલ્પ ઉપગવાળી સ્વરૂપમાં એકતારૂપ ભાવપૂજા નિગ્રન્થને જ હોય છે. એમ આસવરૂપ કષાય અને ભેગની ચપલતાનું પરાવર્તન કરનારી દ્રવ્યપૂજાના અભ્યાસથી અરિહંતના ગુણે અને પિતાના આત્મધર્મની એકતા( અભેદ)રૂપ ભાવપૂજાના અધિકારી થાય છે, અને તેથી તેમાં તન્મયતા પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. એમ સાધ્યના ઉપગ સહિત સાધન વડે નિષ્કમતારૂપ સિદ્ધિ થાય છે. 1 મેથિનામ ગૃહસ્થને. મેતોપાસના=ભેદપૂર્વક ઉપાસનારૂ૫. કર્થપૂગા=દ્રવ્યપૂજા. વિતા=ગ્ય છે. સામેવોપાસનાહિમવI=અભેદ ઉપાસનારૂપ. માથપૂના સુભાવપૂજા તે. સાધૂનામ સાધુઓને. (યોગ્ય છે.)