________________ 410 નિયાગાષ્ટક तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंग। कम्मं एहा संजमजोग संती होमं हुणामि इसिणं पसत्यं / / ઉત્તર૦ 2 0 42-44. “અહિંસાદિ પાંચ મહાવ્રતરૂપ સંવર વડે સહિત, જીવિતની દરકાર નહિ કરનારા, શરીર ઉપર મમત્વરહિત, શુચિ-પવિત્ર અને દેહભાવના ત્યાગી મુનિઓ કમને જય કરનારા શ્રેષ્ઠ યજ્ઞને કરે છે. - હે ભિક્ષુ ! તમારે અગ્નિ ક્યો છે, અગ્નિનું સ્થાન કયું છે, ઘી નાંખવાની કડછી કઈ છે, અગ્નિ પ્રદીપન કરનાર શું છે, તમારે લાકડાં ક્યાં છે, વિઘ દૂર કરનાર શાન્તિ પાઠ કક્યો છે, અને કેવા પ્રકારના હોમથી તમે યજ્ઞ કરે છે? તપ એ જ અગ્નિ છે, જીવ એ અગ્નિનું સ્થાન છે, મન, વચન અને કાયાના યોગે એ ઘી નાંખવાની કડછી છે, શરીર એ તરૂપ અગ્નિને પ્રદીપન કરનાર સાધન છે, કમરૂપ કાષ્ઠ છે, સંયમ વ્યાપાર એ શાન્તિસ્તાત્ર છે, એ ઋષિઓને પ્રશસ્ત ભાવ યજ્ઞ કરૂં છું.” એમ ઉત્તરાધ્યયનમાં પચીશમા યજ્ઞીય અધ્યયન તથા - આચારાંગ સૂત્રની નિયુક્તિથી નિક્ષેપાદિ જાણવા. તે નિયાગનું સ્વરૂપ બતાવે છે– જેણે ધ્યાનરૂપ વેદના મન્ચ વડે પ્રદીપ્ત કરેલા આત્મસ્વરૂપમાં એકતારૂપ બ્રહ્માગ્નિમાં જ્ઞાનાવરણાદિ કમને હમ કર્યો છે તે મુનિ નિશ્ચિત એટલે અભ્યન્તર સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા અને વીર્યની તીક્ષણતારૂપ યજ્ઞ વડે નિયાગને પ્રાપ્ત થયેલા છે.