________________ જ્ઞાનસાર 401 तत्राप्रतिष्ठितः खलु यतः प्रवृत्तश्च तत्त्वतस्तत्र / सर्वोत्तमानुजः खलु तेनानालम्बनो गीतः // વોટશ 26 છો . પરમાત્મતત્વના દર્શનની અસંગભાવે ઇચ્છારૂપ જયાંસુધી પરમાત્મતત્વનું દર્શન થાય ત્યાંસુધી અનાલંબન યોગ છે. તે પરમાત્મતત્વમાં સ્થિરતા રહિત છે અને જેથી ધ્યાનદ્વારા પરમાત્મદર્શનમાં પ્રવૃત્તિ થાય છે, તેથી યોગનિરોધરૂપ સર્વોત્તમ યોગના પૂર્વભાવી અનાલંબન યોગ કહેલો છે. નિરાલંબન યોગ તે ધારાવાહી પ્રશાન્તવાહિતા નામ ચિત્ત છે, તે યત્ન સિવાય સ્મરણની અપેક્ષાએ સ્વરસથી જ તે ચિત્ત સદશ ધારાએ પ્રવર્તે છે એમ જાણવું, અહીં જિનેશ્વરે કહેલા મેક્ષમાર્ગમાં આલંબન બે પ્રકારનું છે-એક રૂપી અને બીજું અરૂપી. તેમાં રૂપીનું આલંબન તે જિનમુદ્રાદિક પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ધ્યાન સુધી છે. જ્યાં સુધી અરિહંતની અવસ્થાનું આલંબને છે ત્યાંસુધી અતિશય સહિત રૂપી શરીરનું આલે. બન કારણ આલંબન છે. તેમાં અનાદિ પરભાવરૂપ શરીર, ધન અને સ્વજનનું અવલંબન કરનારે, પરભાવમાં પરિણમેલ ચેતનાવાળે જીવ વિષય અને ઐશ્વર્યાદિ માટે તીર્થકરાદિનું અવલમ્બ ન લે તે પણ તે સંસારનું કારણ છે. સ્વરૂપના આનન્દને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળો સ્વરૂપ સાધનને માટે પ્રથમ વીતરાગાદિ ગુણના સમૂહ વડે કારણરૂ૫ જિનેશ્વરનું અવલંબન લે છે, યાવત મુદ્રાદિનું અવ 26