________________ 402 યોગાષ્ટક * * 1, 2. v - - - * * * * * * * * * + + લંબન લે છે ત્યાં સુધી તે રૂપીના આલંબનવાળે છે. તે જ અરિહંત અને સિદ્ધના સ્વરૂપભૂત જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ અનન્ત પર્યાય વડે વિશુદ્ધ શુદ્ધ અધ્યાત્મ ધર્મનું અવલબન લે ત્યારે તે અરૂપીના આલંબનવાળે છે. તેની ભાવના આ પ્રમાણે છે - અનાદિકાળથી જીવ મૂર્ત પુદ્ગલ સ્કન્ધના અવલમ્બનરૂપ પરિણતિવાળો છે, તે પ્રથમથી જ અમૂર્ત અને આનન્દમય આત્મસ્વરૂપનું અવલંબન કેમ લઈ શકે ? તેથી અતિશય સહિત વિતરાગ મુદ્રાદિક મૂર્ત પર વસ્તુનું આલઓન લઈને વિષય અને કષાયની વૃદ્ધિ કરનાર સ્ત્રી-ધનાદિ આલઓનને ત્યાગ કરે છે, આ એક પરાવર્તન છે. વળી તે જ વિચારે કે “અતિશયાદિરૂપ મૂર્ત સર્વથા અવલમ્બન કરવા ગ્ય નથી, કારણ કે હું અમૂર્ત છું, તેથી મારામાં મૂર્તભાવનું રસિકપણું ઉપયોગી નથી. યદ્યપિ વીતરાગમુદ્રાદિક અરિહંત સંબન્ધી છે, તે પણ તે ઔદયિકભાવ છે, તેથી તે મારા આલબનરૂપે ચગ્ય નથી, મારે તે ગુણેનું અવલંબન લેવું એગ્ય છે–એમ ગુણોનું અવલંબન કરતે મૂર્ત ભાવેને રસિકપણે ગ્રહણ કરતો નથી, પણ અપેક્ષા સહિત તેને પરરૂપે જુએ છે. એ બીજું પરાવર્તન છે. એમ અમૂર્ત આત્મગુણેમાં રસિક થાય છે. તેથી પરમેષ્ઠીના સ્વરૂપને કારણ વડે નિશ્ચય કરીને પિતાના અસંખ્યાતા પ્રદેશમાં વ્યાખ્યવ્યાપકભાવે રહેલા દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ નિર્મળ, અમૂર્ત અને આનન્દમય અનઃ સ્વભાવને ધ્યેયરૂપે અવલંબે છે. એ ત્રીજું પરાવર્તન છે. એ પ્રમાણે સાધનની