________________ જ્ઞાનસાર હવે પૂર્ણતાનું સ્વરૂપ બતાવે છે. पूर्णता या परोपाधेः सा याचितकमण्डनम् / या तु स्वाभाविकी सैव जात्यरत्नविभानिभा॥२॥ - જે પર વસ્તુ-આત્મદ્રવ્યથી ભિન્ન ધન ધાન્ય પરિગ્રહાદિ રૂપ ઉપાધિ-નિમિત્તથી પૂર્ણતા છે (અર્થાત પરની ઉપાધિથી માની લીધેલી પૂર્ણતા છે) તે વિવાહાદિ અવસરે બીજા પાસેથી માગી લાવેલા ઘરેણાના જેવી છે. પરંતુ જે સ્વાભાવિક-જ્ઞાન, દર્શન અને ચારિત્રની સ્વભાવસિદ્ધ પૂર્ણતા છે તે ઉત્તમ રત્નની કાતિ સમાન છે. (ઉપાધિની પૂર્ણતા જાય, પણ સ્વભાવની પૂર્ણતા કદાપિ ન જાય એ ભાવાર્થ છે.) પર-પુદ્ગલના સંયોગથી થયેલી શરીર, ધન, સ્વજન અને યશ-કીર્તિરૂપ જે ચક્રવતી અને ઈન્દ્ર વગેરેના જેવી પૂર્ણતા છે તે માગેલા આભરણની શોભાથી માની લીધેલા ધનવાનપણા જેવી છે. જે આત્માની અશુદ્ધતાનું કારણ છે અને જેને જગતના જીએ અનન્તવાર ભેગવીને છેડી દીધી છે તેના સંબન્ધ વડે સ્વરૂપાનુભવથી ભ્રષ્ટ થયેલાને તે શોભારૂપ નથી, પણ તસ્વરસિક પુરુષને સ્વાભાવિકજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સકલ આત્મસ્વભાવના આવિર્ભાવથી થયેલી શેમાં તે જ ઉત્તમ રત્નની કાતિ સરખી છે. જે મુદ્દગલાદિ પરવસ્તુના સંગથી ઉત્પન્ન થયેલી પૂર્ણતા છે તે સ્ફટિકના રક્ત પુષ્પાદિના સંનિધાનથી - પૂતા=પૂર્ણપણું. ગા=જે. ઘોઘા =પર વસ્તુના નિમિત્તથી. રાક તદનમ=માગી લાવેલા ઘરેણું સમાન સ્ત્રમાયિક હવભાવ સિદ્ધ. ઘ=ો જ. ના નવમાનમાં ઉત્તમ રનની કાનિ જેવી.