________________ પૂર્ણાષ્ટક જણાવ્યું. પર વસ્તુમાં કંઈ પણ ભેગ્યપણું નથી, તેથી વાસ્તવિક રીતે પિતાના ગુણ પર્યાયને અનુભવ કરે એ જ ઉચિત છે. માટે પરસ્વરૂપમાં મગ્ન થયેલા મૂઢ છે એ તાત્પર્ય છે. કેવા પ્રકારના યોગી આ જગતને ક૯૫ના વડે કલ્પિત સુખમાં મુગ્ધ-બ્રાન્ત થયેલું હોય એમ જુએ છે– શ્રીમુવમન’ જ્ઞાનાદિ એશ્વર્યના સંબન્ધથી 'ઈન્દ્ર-આત્મા, તેની શ્રી– આત્મગુણરૂપ લક્ષ્મી, તેના સુખ-આનન્દમાં મગ્ન, એક્તાને પ્રાપ્ત થયેલા, વળી સ-શુભ અથવા શાશ્વત, ચિત્ત્વજ્ઞાન અને આનંદ વડે પૂર્ણ એટલે શાશ્વત જ્ઞાનાનન્દથી ભરપૂર એવા ગી જગતને મિથ્યાત્વ અને અસંયમમાં મગ્નમૂઢ થયેલું જુએ છે. પૂર્ણ પુરુષે અપૂર્ણ જગતને ભ્રાન્ત જાણે છે. તેથી પૂર્ણાનન્દ સ્વરૂપ આત્માના સ્મરણ વડે પૂર્ણ - નન્દ સાધ્ય છે. 1 અહીં દેવચંદ્રજી મહારાજ ઇન્દ્ર શબ્દને અર્થ “આત્મા” કરે છે, પરંતુ ઉપાધ્યાયજી દેવેન્દ્ર એ અર્થ કરે છે અને તે વધારે ઉચિત હોય તેમ લાગે છે, કારણ કે તેમણે તે જ રીતે ઉપમા અલંકાર ઘટાવેલ છે. જેમ સુખી સર્વને સુખી માને છે તેમ પૂર્ણ જ્ઞાની બધાને પૂર્ણ માને છે. અહીં “પૂર્ણ જ્ઞાની અપૂર્ણ જગતને પૂર્ણ માને તે તેમને બ્રાતિ કેમ ન કહેવાય?' એ પ્રશ્નના ઉત્તરમાં મૂળ ગ્રન્થકારે ટબામાં તેમની નિશ્ચય દષ્ટિ હોવાથી તેમાં બ્રાનિત નથી' એવો ખુલાસો કર્યો છે. દેવચંદ્રજી મહારાજ પૂર્ણ જ્ઞાની જગતને મિથ્યાત્વ અને અસંયમમાં ભગ્ન-મૂઢ થયેલું જાણે છે એવો અર્થ ઘટાવે છે, પરતુ ઉપાધ્યાયજીએ પૂર્ણ જ્ઞાની જગતને પૂર્ણ જાણે છે એ અર્થ કર્યો છે. અને એ અર્થ વધારે સંગત છે, અન્યથા મૂળ શ્લોકમાં કહેલ પૂર્ણ પદને અર્થ કઈ પણ રીતે ઘટી શકતો નથી.