________________ | સાનસાર 385 જે યુક્તિશાએ કરીને ઈન્દ્રિયોને અગોચર ધર્માસ્તિકાયાદિ પદાર્થો હથેળીમાં રહેલા આમળાની પેઠે જાણી શકાય તે એટલા કાળે અતીન્દ્રિય પદાર્થોને વિષે પંડિતાએ અસંદિગ્ધ અને અધ્યાત નિર્ણય કર્યો હોત. આત્મા પણ અતીન્દ્રિય પદાર્થ છે, તેના પર્યાય પણ અતીન્દ્રિય છે, માટે તે તે વ્યક્તિને ચોક્કસ મોક્ષના ઉપાયનું પરિણાન થવાને માટે સામર્થ્ય યોગરૂપ અનુભવ પ્રમાણ અવશ્ય માનવું એ ભાવાર્થ છે. જેટલા કાળે ઈન્દ્રિયોને અગોચર ધર્માસ્તિકાયાદિ પદાર્થો હેતુવાદ એટલે યુક્તિ અને પ્રમાણસમૂહથી જાણી શકાય તેટલા કાળ સુધી પરમાત્મભાવનું શ્રવણ, ચિન્તન અને નિદિધ્યાસન આદિથી પોતાના આત્મસ્વરૂપને વિષે ઉપયોગાનુભવ કર્યો હતો તે પંડિતે એ ધર્માસ્તિકાયાદિ અતીન્દ્રિય પદાર્થોમાંના શુદ્ધ આત્મતત્વને નિશ્ચય કરી લીધે હેત. તેથી એમ જણાવ્યું કે “જેટલા કાળમાં પરદ્રવ્યને વિચાર કર્યો છે તેટલે કાળ આત્મસ્વરૂપના ચિન્તનમાં ગાળે હેત તે આત્મા અને પરદ્રવ્ય બને બોધ થાત. તેથી સંત પુરુષોએ આત્મસ્વભાવની ભાવના કરવામાં મતિ જેડવા ગ્ય છે. જેથી અનાયાસે જ " goi ના જે વ્યં ના જે એકને જાણે છે તે સર્વને જાણે છે–એ અને ત્યાગની પરિણતિ થાય છે. 1 આ શ્લોકનો અર્થ જ્ઞાનમંજરી ટીકામાં, શ્રીમદ્ યશોવિજયજી કૃત ભાષાર્થમાં કરેલો છે તે કરતાં જુદી રીતે કર્યો છે.