________________ 350 લોકસંજ્ઞાત્યાગાષ્ટક પરિણામરૂપ ભાવલેક, અને 8 કવ્યાદિનું ગુણ આદિરૂપે પરિણમન તે પર્યાવલોક કહેવાય છે. ઈત્યાદિ બધું 'આવશ્યક નિર્યુક્તિથી જાણવું. અથવા દ્રવ્યલેક સંસારરૂપ છે અને પરભાવમાં એકતારૂપ જીવોને સમુદાય તે અપ્રશસ્ત ભાવક છે. અહીં ભવેલક અને અપ્રશસ્ત ભાવલોકની સંજ્ઞા તજવા ગ્ય છે. ધર્માથી પુરુષોએ સાતે નયની અપેક્ષાએ લોકસંજ્ઞાનો ત્યાગ કરે. જેણે આસવની વિરતિ કરેલી છે એવા સંયમી મુનિ સંસારરૂપ ઓળંગી ન શકાય એવા વિષમ પર્વતને ઉલ્લુ'ઘન કરનાર સર્વ વિરતિરૂપ પ્રમત્ત ગુણસ્થાનકને પ્રાપ્ત થઈને લોકોએ કર્યું તે કરવાની બુદ્ધિથી ગતાનુગતિક પ્રવૃત્તિરૂપ લેકસંજ્ઞામાં રક્ત ન થાય, લોકોએ કર્યું તે કરવા યોગ્ય છે, એ બુદ્ધિ દૂર કરીને લેકાતીત મર્યાદા વડે રહેલા મુનિ આત્મસાધનના ઉપાયમાં અનુરક્ત થાય. લેકે વિષયના અભિલાષી હોય છે અને મુનિ નિષ્કામ છે; લેકે પુદ્ગલની સંપત્તિ વડે પિતાનું મહત્વ માનનારા છે અને મુનિ જ્ઞાનાદિ સંપત્તિથી શ્રેષ્ઠ છે, તેથી મુનિને લેકસંજ્ઞાનું શું પ્રયોજન છે? . यथा चिन्तामणि दत्ते बठरो बदरीफलैः / हहा जहाति सद्धर्म तथैव जनरञ्जनैः // 2 // 1 જુઓ આવશ્યકનિર્યુક્તિ ગાથા 1057. 2 થા=જેમ. વારોત્રમૂખ. વરી =બેર વડે (બેરના મૂલથી). જિમ્ના િચિન્તામણિ રત્ન. =આપે છે. તદૈવ તેમજ.