________________ જ્ઞાનસાર 351 જેમ મૂખ બેર વડે (બેરના મૂલ્યથી) ચિન્તામણિ રત્ન આપે છે, તેમજ મૂઢ વિવિધ પ્રકારના લોકરંજન કરવા વડે સદ્ધર્મને તજે છે, એ ખેદને વિષય છે. જેમ કેઈ મૂર્ખ મનુષ્ય બર લઈને ચિન્તામણિરત્ન આપે છે તેમ અફસેસ છે કે મૂઢ જીવ લોકેની પ્રશંસાની અભિલાષાથી દ્રવ્યાચરણ અને તત્વના અનુભવરૂપ સદ્ધર્મને ત્યાગ કરે છે. અર્થાત મૂઢ જિનભક્તિ, શાસ્ત્રશ્રવણ અને આહારના ત્યાગાદિરૂપ ધમને યશ અને પૂજાદિની ઈચ્છાથી ગુમાવે છે. કહ્યું છે કે - "त्वत्तः सुदुष्प्रापमिदं मयाऽऽप्तं रत्नत्रयं भूरिभवभ्रमेण / प्रमादनिद्रावशतो गतं तत् कस्याग्रतो नायक ! पूत्करोमि / वैराग्यरङ्गः परवश्चनाय धर्मोपदेशो जनरञ्जनाय / वादाय विद्याध्ययनं च मेऽभूत् कियद् ब्रुवे हास्यकर स्वमीश!"। હે જગન્નાયક! અનેક ભવમાં ભ્રમણ કરવા વડે તમારી પાસેથી પ્રાપ્ત કરેલ અત્યન્ત દુર્લભ એવું જ્ઞાનાદિ રત્નત્રય પ્રમાદરૂપ નિદ્રાના વશથી ગુમાવ્યું, તે હવે કેની પાસે હું પિકાર કરું ?" મારે વૈરાગ્યરંગ બીજાને છેતરવા માટે, ધર્મોપદેશ માણસોને રંજન કરવા માટે અને વિદ્યાભ્યાસ વાદને માટે થયે, તો હે ઈશ ! હાસ્ય કરનારું મારું ચરિત્ર કેટલું કહું ?" () દુ-અરે. ગનૌ =લોકરંજન કરવા વડે સદ્ધર્મ=સદ્ધર્મને. રાતિ=dજે છે.