________________ ભોઢેગાષ્ટક ***** હજાર શીલાંગરૂપ વિચિત્ર પાટીયાની મજબૂત રચના વડે સુશોભિત છે, સમ્યજ્ઞાનરૂપ નિયમક સહિત, સુસાધુના સંસગરૂપ કાથીના દેરડાના સમ્ર બન્ધનથી બાંધેલું અને સંવરરૂપ ખીલાથી જેનાં બધાં આસવનાં દ્વારે બધે કરેલાં છે, સામાયિક અને છેદે પસ્થાપનીયરૂપ બે માળની રચનાવાળું અને તેના ઉપર રચેલા સાધુસમાચારીરૂપ કરણુમંડપવાળું છે, ચોતરફ ત્રણ ગુમિરૂપ પ્રસ્તારથી સુરક્ષિત, અસંખ્યાતા શુભાધ્યવસાયરૂપ બખર ધારણ કરનાર દુર્જય હજાર યોદ્ધાઓ વડે દુશ્મનોથી જેના સામે જોઈ ન શકાય એવું અને ચારે તરફ ફેલાયેલા સદ્ગુરુના ઉપદેશરૂપ દોરીઓના સમૂહવડે મધ્ય ભાગમાં સ્થાપન કરેલા અત્યન્ત સ્થિર અને સરલ સબોધરૂપ કૂપસ્તંભવાળું છે. તે કૃપસ્તંભ ઉપર મૂકેલા અત્યંત શુભાધ્યવસાયરૂપ સઢવાળું, તેનો અગ્ર ભાગમાં આરૂઢ થયેલ પ્રૌઢ સદ્ઉપયોગરૂપ દ્વારપાળવાળું અને અપ્રમાદરૂપ નગરવાસીઓના પરિવાર સહિત, સર્વાગ સંપૂર્ણ છે. તે ચારિત્રરૂપ મહાયાનપાત્રમાં બેસીને જ્ઞાની પુરુષે સર્વ પ્રયત્નથી સમુદ્રને તરવાને ઉપાય કરે છે. (5) तैलपात्रधरो यद्वत् राधावेधोद्यतो यथा। क्रियास्वनन्यचित्तः स्याद् भवभीतस्तथा मुनिः॥६॥ જેમ બાવનપલના તેલથી સંપૂર્ણ ભરેલા પાત્ર-થાળને 1 =જેમ. તૈપાત્રધર =તેલના પાત્રને ધારણ કરનાર. થાક જેમ. રાધાવેધોવત:રાધાવેધ સાધવામાં તપુર (એકાગ્ર મનવાળો હોય છે.) તથાતેમ. મવમાતઃ=સંસારથી ભય પામેલા. મુનિ =સાધુ. વિયાણુ= ચારિત્રની ક્રિયામાં. અનન્ય =એકાગ્રચિત્તવાળા હોય.