________________ જ્ઞાનસાર ૩૪પ, ધારણ કરનાર મનુષ્ય મરણના ભયે રાજાના કહેવાથી બધા ચૌટામાં ફરી ત્યાં થતાં નાટકદિને નહિ દેખતે અપ્રમત્તપણે એક પણ ટીપું પાડ્યા સિવાય લઈ આવ્યું અને જેમ રાધાવેધ સાધવામાં તત્પર થયેલો જેનું બીજે ક્યાંય ચિત્ત નથી એ એકાગ્રચિત્તવાળો હોય તેમ સંસારથી ભય પામેલા મુનિ ચારિત્રક્રિયામાં એકાગ્રચિત્તવાળા હોય, જેમ તેલના પાત્રને ધારણ કરનાર મરણના ભયથી બીતે મનુષ્ય અપ્રમત્ત (સાવધાની રહે છે, અને તેલનું એક પણ ટીપું નીચે પડવા દેતું નથી, તેમ આત્મગુણના ઘાત થવાના ભયથી ડર પામતા મુનિ સંસારમાં અપ્રમત્ત રહે છે. જેમ કોઈ રાજાએ કઈ લક્ષણવંતા પુરૂષને વધ કરવાની આજ્ઞા આપી. તે વખતે સભાજનેએ વિનંતિ કરી કે હે સ્વામી, તેનો અપરાધ માફ કરો અને તેને ન મારો. ત્યારે સભાજનોની વિનંતિ સાંભળીને રાજાએ કહ્યું કે તેલથી સંપૂર્ણ ભરેલા વાળને અનેક નાટક અને વારિત્રોને શબ્દથી વ્યાસ સર્વ નગરના ચૌટામાં ભમીને તેલનું એક પણ ટીપું નીચે પાડ્યા સિવાય આવે તે તેને મારીશ નહિ. જે થાળમાંથી એક પણ ટીપું નીચે પડશે તે તે જ વખતે તેના પ્રાણને નાશ કરવામાં આવશે. રાજાએ એમ કહ્યું એટલે તે પુરુષે તે કાર્યને સ્વીકાર કર્યો અને અનેક માણસોથી ભરેલા તે નગરના માર્ગમાં તેલના થાળને માથે ઉપાડી મન, વચન અને કાયાની એકાગ્રતાવા છે તે એક પણ તેલનું બિન્દુ પાડ્યા સિવાય ભમીને પાછા આવ્યા. તેમ મુનિ અનેક સુખદુખથી ભરપૂર સંસારમાં પણ સ્વસિદ્ધિને માટે પ્રમાદરહિત પ્રવૃત્તિ કરે છે. ફરીથી બીજું દૃષ્ટાન્ત કહે છે--જેમ સ્વયંવરમાં