________________ જ્ઞાનસાર 343 'જ્યાં દુબુદ્ધિરૂપ વિદ્યુત મત્સર-ગુણની અસહિષ્ણુતારૂપ વાવાઝોડું અને દ્રોહ-કપટરૂપ ગજેના વડે સાંયાત્રિક-ત્રત સંકટમાં આવી પડે છે. એટલે દુબુદ્ધિરૂપ વિજળી, મત્સરરૂપ દુર્વાત અને દ્રોહરૂપ ગજેના વડે ગ્રતાદિરૂપ વહાણે ચાલુ હોવા છતાં કુમાર્ગે જવાથી દેષરૂપ કાદવમાં ખેંચી જવારૂપ સંકટને પ્રાપ્ત થાય છે. એથી સંસારસમુદ્રમાં સન્માર્ગને પ્રાપ્ત થવામાં એ બધાં મોટા વિડ્યો છે. (4) આવા પ્રકારના અતિ ભયંકર સંસારસમુદ્રથી નિત્ય ઉદાસીન થયેલા જ્ઞાની પુરુષ તેને તરવાના ઉપાયભૂત સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રને ઈચ્છે છે, અને સંસારથી અત્યન્ત ભયભીત થયો હોય તેમ રહે છે. તેઓ વિચારે છે કે શુદ્ધજ્ઞાનમય પરમ તત્વની રમણતારૂપ ચારિત્ર વડે પવિત્ર, રાગ-દ્વેષના ક્ષયથી ઉત્પન્ન થએલ પરમ શમ ભાવ વડે શીતલ, અનન્ત આનન્દરૂપ સુખમાં મગ્ન થયેલા, સર્વજ્ઞ, અત્યન્ત દક્ષ, શરીર અને આહારના સંગથી મુક્ત એવા મને શારીરાદિ દુઃખના ભારથી મારી આત્મિક શક્તિઓ દબાઈ જાય એ કેમ ઘટે? મારી ચેતના શક્તિ શરીરસ હિત, પુદ્ગલસહિત, કર્મ સહિત અને જન્મ-મરણસહિત નથી, તે આ મને મહામહને આવત–વમળ કયાંથી ?" એ પ્રમાણે ઉદ્વિગ્ન થયેલા જ્ઞાની પુરુષ ચારિત્રરૂપ વહાણ વડે સં. સારસમુદ્રને તરી જવાનો વિચાર કરે છે. જે ચારિત્રરૂપ વહાણ સ્વરૂપનું જ્ઞાન અને રમણની એકતા વડે મનહર છે, સમ્યદર્શન રૂપ સુકાનવાળું, ક્ષમાદિ દશ યતિધર્મ અને અઢાર