________________ ૩૪ર ભોગાષ્ટક ઉપરના આ પાંચ શ્લોકની વ્યાખ્યા સાથે કરવામાં આવે છે–તત્ત્વજ્ઞાની આ સંસારસમુદ્રને પાર પામવાના ઉપાયને સર્વ પ્રયત્ન વડે ઈચ્છે છે. જે સંસારસમુદ્રને મધ્ય ભાગ ગંભીર–અત્યન્ત ઉંડે છે, જેનું જીવ અને અજીવના વિવેક રહિત તત્વબોધશૂન્ય મિથ્યાજ્ઞાનરૂપ વજામય દુઃખે કરીને ભેદી શકાય એવું તળીયું છે. જે સંસારસમુદ્રમાં કષ્ટરૂપ પર્વતના સમૂહ વડે સંધાયેલા સદ્ગતિના જવાના માર્ગો દુર્ગમ–જઈ ન શકાય એવા છે. અર્થાત અજ્ઞાનરૂપ દુર્ભેદ્ય તળીયાવાળા, અતિગંભીર સંસાર સમુદ્રના માર્ગો રોગશેકવિયોગાદિના કણરૂપ પર્વતો વડે રૂંધાઈ ગયા છે તેથી તેમાં પ્રાણીઓને સુખપૂર્વક નમન કરવું અશકય છે. (1) જે ભવસમુદ્રમાં કોધ, માન, માયા અને લેભરૂપ પાતાલકલશે તૃષ્ણા-વિષયના અભિલાષારૂપ મહા વાયુથી ભરેલા છે, અને તે મનના સંક૯પરૂપ વેળાની (ભરતીની) વૃદ્ધિ કરે છે. એટલે સંસાર સમુદ્રમાં અજ્ઞાની મનુષ્ય કથા યના ઉદયથી તૃષ્ણારૂપ વાયુની પ્રેરણા વડે વિકલ્પરૂપ ભરતીને વિસ્તારે છે. (2) જે જન્મ અને મરણરૂપ સંસાર સમુદ્રમાં સ્નેહ-રાગરૂપ કાષ્ઠ જેને વિશે છે એ કંદર્પરૂપ વડવાગ્નિ અંદર બળે છે. કામાગ્નિમાં સ્નેહ-રાગ ઇધન છે અને વડવાગ્નિમાં નેહ-જળ ઇંધન છે. જે ભયંકર રેગ-શેકાદિરૂપ માંછલાં અને કાચબાથી ભરેલું છે. એટલે સંસારમાં રાગરૂપ લાકડાથી પ્રજવલિત થતા કંદર્પરૂપ અગ્નિ અને રોગ શોકાદિ વડે પ્રાણિઓ સંતાપ પામે છે. (3)